નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી (હિ.સ.) ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય
ચંદ્રચુડે, તેમની પત્ની કલ્પના દાસે સાથે, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તીન મૂર્તિ
નજીક લાયન્સ વિદ્યા મંદિર માધ્યમિક શાળા સ્થિત મતદાન મથક પર મતદાન કર્યું. મતદાન
કર્યા પછી, ભૂતપૂર્વ સીજેઆઈચંદ્રચુડે,
પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે,” સુપ્રીમ કોર્ટે વારંવાર આપણા ઇલેક્ટ્રોનિક
વોટિંગ મશીનો (ઈવીએમ) ની માન્યતાને
સમર્થન આપ્યું છે.”
ભૂતપૂર્વ સીજેઆઈએ કહ્યું કે,” મને લાગે છે કે, આપણી લોકશાહી
અપવાદરૂપે પરિપક્વ છે અને લોકો તેમની જવાબદારીઓથી વાકેફ છે. તેઓ જાણે છે કે, મતદાન
કેવી રીતે કરવું. સુપ્રીમ કોર્ટે વારંવાર આપણા ઈવીએમની માન્યતાને સમર્થન આપ્યું
છે.” તેમણે કહ્યું કે,” સુપ્રીમ કોર્ટ બંધારણીય ક્ષેત્રમાં નિર્ણય લેવા માટે અંતિમ
અવાજ છે, જેણે ઈવીએમની માન્યતાની
પુષ્ટિ કરી છે અને મને લાગે છે કે, આપણે તેને સ્વીકારવું જોઈએ, તે સુપ્રીમ
કોર્ટનો નિર્ણય છે.”
ભૂતપૂર્વ સીજેંઆઈએ કહ્યું કે,” યુવા મતદારોને મારો સંદેશ છે કે
તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. આ દરેક નાગરિકના જીવનમાં એક અપવાદરૂપે
મહત્વપૂર્ણ ઘટના છે. આપણું બંધારણ એવા થોડા બંધારણોમાંનું એક છે, જેણે જન્મ સમયે
મતદાનની ઉંમર પ્રાપ્ત કરનાર દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / દધબલ યાદવ / સુનિલ સક્સેના
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ