મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં, 5૦ હજાર કરોડ રૂપિયાના નવા રોકાણની જાહેરાત કરી
કલકતા, નવી દિલ્હી, ૦5 ફેબ્રુઆરી (હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે પશ્ચિમ બંગાળમાં, 5૦,૦૦૦ કરોડ રૂપિયાના નવા રોકાણની જાહેરાત કરી. તેમણે કહ્યું કે,” આ રોકાણ દાયકાના અંત સુધીમાં પૂર્ણ થશે અને રાજ્યમાં
મુકેશ અંબાણીએ પશ્ચિમ બંગાળમાં, 5૦ હજાર કરોડ રૂપિયાના નવા રોકાણની જાહેરાત કરી


કલકતા, નવી દિલ્હી, ૦5 ફેબ્રુઆરી

(હિ.સ.) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે પશ્ચિમ બંગાળમાં, 5૦,૦૦૦ કરોડ

રૂપિયાના નવા રોકાણની જાહેરાત કરી. તેમણે કહ્યું કે,” આ રોકાણ દાયકાના અંત સુધીમાં

પૂર્ણ થશે અને રાજ્યમાં એક લાખ નવી નોકરીઓનું સર્જન થશે.” અંબાણીએ બંગાળ ગ્લોબલ

બિઝનેસ સમિટ (બીજીબીએસ)

2025 દરમિયાન આ જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે,” રિલાયન્સે છેલ્લા 10 વર્ષમાં, પશ્ચિમ

બંગાળમાં 50 હજાર કરોડ

રૂપિયાનું રોકાણ કર્યું છે અને હવે નવું રોકાણ કરવામાં આવશે.” અંબાણીએ કહ્યું, અમારા રોકાણો

ડિજિટલ સેવાઓ, ગ્રીન એનર્જી અને

રિટેલ સહિત અનેક ક્ષેત્રોમાં કરવામાં આવશે. રિલાયન્સ બંગાળની આર્થિક પ્રગતિને વેગ

આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને અમે આ રાજ્યના વ્યવસાયિક વાતાવરણમાં

પરિવર્તન લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande