જુનાગઢ,5 ફેબ્રુઆરી (હિ.સ.) મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલ ભવનાથમાં મહાવીર ગેસ્ટ હાઉસ દ્વારા મહાનગર પાલિકા,જુનાગઢની કોઈપણ જાતની મંજૂરી વગર પોતાના ગેસ્ટ હાઉસ બહાર મ.ન.પા માલિકીની જગ્યામાં જાહેરાત બોર્ડ ટ્રાફિકને અડચણરૂપ પ્રદર્શિત કરવામાં આવેલ. જે અન્વયે માન.કમિશનર ડો.ઓમ પ્રકાશના આદેશ અન્વયે ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા સ્થળ ઉપર જ 5 ફેબ્રુઆરી ના રોજ રૂ.5000 નો દંડની વસૂલાત કરવામાં આવેલ અને આ જાહેરાત બોર્ડ નો કબ્જો લેવામાં આવેલ તેમજ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી લેખિત બાહેધરી પણ લેવામાં આવેલ છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ