નવી દિલ્હી, 11 માર્ચ (હિ.સ.) મંગળવારે કેરળના કોંગ્રેસ નેતૃત્વવાળા
યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) ના સાંસદોએ, રાજ્યના આશા કાર્યકરોના સમર્થનમાં સંસદ સંકુલની
અંદર વિરોધ પ્રદર્શન કર્યું. કેરળમાં આશા કાર્યકરો લાંબા સમયથી તેમના માનદ વેતન
અને નિવૃત્તિ લાભોમાં, વધારો કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.
સોમવારે સંસદના બંને ગૃહોમાં, કેરળના આશા વર્કરોનો મુદ્દો
ઉઠાવવામાં આવ્યો હતો. આશા કાર્યકરો વધુ સારા વેતન અને લાભોની માંગ કરી રહ્યા છે.
આમાં તેમના માનદ વેતનને 7,000 રૂપિયાથી
વધારીને 21,000 રૂપિયા અને 5 લાખ રૂપિયાનો
નિવૃત્તિ લાભ શામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ