અમદાવાદ,13 માર્ચ (હિ.સ.) ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.ડાકોરમાં પૂનમના આગળના દિવસે બે લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શને ઉમટ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. મંદિર પરિસર 'જય રણછોડ, માખણ ચોર'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.
વહીવટી તંત્ર અને પોલીસે ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. 44 આડબંધ બનાવીને વારાફરતી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
13 માર્ચ ગુરુવારે ફાગણ સુદ ચૌદસના રોજ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 5 વાગે મંગળા આરતી, સવારે 8 વાગે શણગાર આરતી, બપોરે 2 વાગે રાજભોગ આરતી, સાંજે 6 વાગે ઉત્થાપન આરતી અને રાત્રે 8:15 વાગે શયનભોગ આરતી થશે. ત્યારબાદ નિત્યક્રમ અનુસાર સેવા અને સખડીભોગ બાદ ઠાકોરજી પોઢી જશે.
ડાકોર મંદિરથી જિલ્લાના સમગ્ર રૂટ પર 2500 જેટલો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો છે. પોલીસ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ડાકોર તરફ જતા રસ્તા પર દરેક 100-200 મીટર પર અલગ અલગ સેવા કેન્દ્રો છે. ભોજન-પાણીની અવિરત વ્યવસ્થા છે.
અમદાવાદના જશોદાનગરથી લઈ મહેમદાવાદના ડાકોર જવાના શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ ઓછો નથી. 1 એસપી,13 ડીવાયએસપી, 31 પીઆઈ અન્ય પીએસઆઈ મળીને 2500 પોલીસ જવાનો બંદોબસ્તમાં છે. આ સિવાય સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ તેમજ BDDS, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સર્વેલન્સ થઈ રહ્યું છે. સરળતાથી દર્શન કરી અને સરળતાથી ટ્રાન્સપોર્ટેશન માટેનાં વાહનો પણ નજીકથી મળી જાય એ પ્રકારની સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ