જૂનાગઢ,13 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી 15 માર્ચ ના રોજ બપોરના જિલ્લામાં પ્રવર્તમાન કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ બેઠકમાં સમિતિના તમામ સદસ્યોને અદ્યતન વિગતો સાથે હાજર રહેવા અનુરોધ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ