જુનાગઢ,13 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી 19 માર્ચ ના રોજ સાંજના કલેકટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્ય શાખાની વિવિધ બેઠક મળશે. જેમાં સંચારી રોગચાળા અટકાયતી માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક અને આઈ.ડી.એસ.પી. અન્વયે ઈન્ટર ડિપાર્ટમેન્ટલ કમિટીની સમીક્ષા બેઠક યોજાશે.
બેઠકમાં જિલ્લામાં વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાની વર્તમાન પરિસ્થિતિ અને કામગીરી, ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના વીકલી રિપોર્ટિંગ અને અન્ય મુદ્દાઓની ચર્ચા- વિચારણા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ