- શેરબજારના ઓપરેટરના ફ્લેટ અને બંગલા એટીએસ અને ડીઆરઆઈનો દરોડો
અમદાવાદ,17 માર્ચ (હિ.સ.) અમદાવાદના પાલડી વિસ્તારમાંથી એક બંધ ફ્લેટમાંથી આશરે 90 કિલો જેટલું સોનું મળી આવ્યું છે. આ ફ્લેટમાં સોનું છુપાવ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે, તે ફ્લેટ શેર બજારના ઓપરેટરના સંબંધીઓનો હોવાનું કહેવાય છે. બંને એજન્સીઓએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા આ મસમોટો મુદ્દામાલ મળી આવ્યો છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત 78 કરોડ રૂપિયા થાય છે.
આ ઘટના બાદ એટીએસની સાથે ડીઆરઆઈની ટીમ પણ કરી રહી છે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જ્યાં ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા હતા. અહીં સર્ચ ઓપરેશન હાથ ધરતા 90 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હતું. આ ઉપરાંત 70-80 લાખ રોકડા હોવાનું પણ સામે આવ્યું છે.
પોલીસ દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી હતી. તાજેતરમાં એવી પણ માહિતી મળી રહી છે કે જો આટલું બધુ સોનું અહીં છુપાવવામાં આવ્યું છે, પણ જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે.
શેર બજારનાં ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો છે. આ ફ્લેટ 90 કિલોની આસપાસ સોનાનો જથ્થો હોવાનું અનુમાન છે. એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પાલડીમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટ અને તેની નજીકના એક બંગલામાં ગુજરાત એટીએસની ટીમ તેમજ ડીઆરઆઈએ રેડ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે અમને બાતમી મળી હતી જેના આધારે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને રેડ કરતા મોટા પ્રમાણમાં સોનાનનો જથથો મળી આવ્યો છે.
આ અંગે અધિકારીઓેને બાતમી મળ્યા બાદ પાડોશીઓએ પણ આ બંધ પડેલા ફ્લેટમાં અનેક લોકો આવતા હોવાની જાણ કરતા આ રેડ કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહ નામના વ્યક્તિનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ