ગીર સોમનાથ 9 મે (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધો.૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગીર સોમનાથના વિદ્યાર્થીઓએ પણ ઝળહળતી સફળતા મેળવી છે.
જિલ્લામાં ૧૪,૨૫૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૧૧,૫૭૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં એ-૧ ગ્રેડમાં ૫૦૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
નોંધનીય છે કે, રાજ્યના કુલ ૭,૪૬,૮૯૨ વિદ્યાર્થીઓએ SSC પરીક્ષા આપી હતી. સમગ્ર રાજ્યનું ૮૩.૦૮ ટકા પરિણામ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ