ગીર સોમનાથ 9 મે (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આજે સવારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ભગવાનના ચરણે શીશ ઝૂકાવીને જિલ્લાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ નવા કલેક્ટરનું ફુલહાર અને બુકે આપીને સ્વાગત- અભિવાદન કર્યું હતું.
જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લા કલેક્ટરએ જિલ્લાના વિકાસની ગતિ-પ્રગતિને આગળ વધારવા માટેનું દાયિત્વ નિભાવવાની નેમ વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર આ અગાઉ ગાંધીનગર ખાતે સહકાર રજીસ્ટ્રાર તરીકે ફરજ બજાવતાં હતાં.
કલેક્ટર આ અગાઉ ભાવનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર, સુરત ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ભરૂચ ખાતે આર.ડી.સી, વલસાડ, નખત્રાણા અને પાટણ પ્રાંત અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ