માધવપુર ગામે પ્રૌઢ પર હુમલો.
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના માધુવપુરમાં એક પ્રૌઢે જાહેરમાં ગાળો નહીં બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધવપુર ખાતે રહેતા અને મજુરી
માધવપુર ગામે પ્રૌઢ પર હુમલો.


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના માધુવપુરમાં એક પ્રૌઢે જાહેરમાં ગાળો નહીં બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ માધવપુર ખાતે રહેતા અને મજુરી કામ કરતા સોમા નગાભાઈ માવદીયા અનુ. જાતિવાસના નાકે બેઠા હતા તે દરમ્યાન સાહીલ ઉર્ફે સિધ્ધાર્થ મનસખુ ભાઈ માવદીયા નામનો શખ્સ ભુંડી ગાળો બોલતો હોય આથી સોમાભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સાહીલ ઉર્ફે સિધ્ધાર્થે ભુંડી ગાળો આપી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી અને સોમાભાઈને માથાના ભાગે ઈજા પહોંચાડી હતી તેમજ મનસખુ ઉર્ફે લખન નાથાભાઈ માવદીયા અને નાથાલખમણભાઈ માવદીયા નામના શખ્સે લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી આ શખ્સો મારા મારવા ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે માધવપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande