બખરલા ગામે હોળીના પડવાની ઉજવણી કરાઈ.
પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના બખરલામાં હોળીના ત્રણ પડવાની દાંડીયારસ મહોત્સવ સાથે ઉજવણી કરવામાં આવે છે આ વખતે બખરલા ખાતે ભવ્ય દાંડીયારાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મહેર સમાજના ભાઈઓ તથા બહેનોએ પરંપરાગત પહેરવેશમાં આવીને મણિયારો, ભાત
Holi was celebrated in Bakharla village.


Holi was celebrated in Bakharla village.


Holi was celebrated in Bakharla village.


Holi was celebrated in Bakharla village.


પોરબંદર, 17 માર્ચ (હિ.સ.) પોરબંદરના બખરલામાં હોળીના ત્રણ પડવાની દાંડીયારસ મહોત્સવ સાથે ઉજવણી કરવામાં આવે છે આ વખતે બખરલા ખાતે ભવ્ય દાંડીયારાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મહેર સમાજના ભાઈઓ તથા બહેનોએ પરંપરાગત પહેરવેશમાં આવીને મણિયારો, ભાતીગળ રાસડાની રમઝટ બોલાવી હતી ન માત્ર પોરબંદર જિલ્લામા વસતા મહેર સમાજના લોકો પરંતુ વિદેશમા વસ્તા મહેર સમાજ ભાઈઓ-બહેનો પણ હોળીના ત્રણ પડવાની ઉજવણી કરવા ખાસ આવ્યા હતા અને પરંપરાગત પહેરવેશમાં રાસની રમઝટ બોલાવી હતી બખરલાના પાણીદાર પાદરમા મણિયારો,ભાતીગળ રાસડા,લોલીરાસ, તલવારબાજી વગેરેમા બહેનો તથા ભાઈઓ રાસ રમી ઉત્સાભેર ઉજવણી કરી હતી આ પ્રસંગે મઢડાથી કંચનઆઈ, પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, જીલ્લા કલેકટર એસડી ધાનાણી, પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા, પ્રાંત અધિકારી સંદિપસિંહ જાદવ, લોહાણા અગ્રણી પંકજ મજીઠીયા સહિત મહેમાનો ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતા સરપંચ અરશી ખુંટીએ સૌનો આભાર માન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande