ગાંધીનગર, 9 મે (હિ.સ.) : ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ 2025- 26 માટે ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાવેલા માન્ય વેલીડીટી ધરાવતા ખેત ઓજારો અથવા સાધનો સહાયિત દરેથી આપવામાં આવશે.
જે અન્વયે ઓજારોની તમામ કંપનીઓએ આઈ-ખેડૂત 2.0 (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવવામાં માટે પોર્ટલમાં “કંપની નોંધણી” પર ક્લિક કરીને કંપની પસંદ કરવાની રહેશે. ત્યારબાદ જરૂરી વિગતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
આ ઉપરાંત કંપનીઓએ તેમના અધિકૃત ડિલર નિમવા માટે ડિલરો પાસે પણ “ડિલર” તરીકે આ જ પદ્ધતિ મુજબ નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણીની છેલ્લી તારીખ 20/05/2025 સુધીની રહેશે, જે મુજબ નોંધણીની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા, ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ