નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.). રવિવારે રાત્રે રાયપુરમાં રમાયેલી ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની પ્રથમ આવૃત્તિની ફાઇનલમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું.
ભારત માટે અંબાતી રાયડુએ, 50 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમને 149 રનના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમને પહેલા સચિન તેંડુલકર અને પછી ગુરકીરત સિંહ માન અને યુવરાજ સિંહ દ્વારા ટેકો મળ્યો.
રાયડુએ, આખા મેદાન પર સુંદર શોટ ફટકાર્યા, જ્યારે તેંડુલકરે સ્ટ્રાઈક ફેરવી અને છગ્ગા માટે સુંદર અપર કટ રમ્યો. જોકે, તેની ઇનિંગ લાંબો સમય ટકી ન હતી કારણ કે તે ટીનો બેસ્ટ દ્વારા એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.
આ પછી રાયડુ અને ગુરકીરતે, ઇનિંગ્સને આગળ ધપાવી. ભારતે એક પછી એક ત્રણ વિકેટ ઝડપી ગુમાવી દીધી હોવા છતાં, યુવરાજ સિંહ અને સ્ટુઅર્ટ બિન્નીએ, 18મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી.
અગાઉ ડ્વેન સ્મિથે, વેસ્ટ ઈન્ડિઝ માટે 35 બોલમાં 45 રન ફટકાર્યા હતા, પરંતુ કેપ્ટન બ્રાયન લારા અને વિલિયમ પર્કિન્સ તરફથી તેમને ખાસ ટેકો મળ્યો ન હતો.
ભારતીય સ્પિનર શાહબાઝ નદીમે, શાનદાર બોલિંગ કરી અને વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોને રન બનાવવા મુશ્કેલ બનાવ્યા. લેન્ડલ સિમન્સે 41 બોલમાં 57 રનની લડાયક ઇનિંગ રમી અને ટીમને 150 રનની નજીક પહોંચાડી, પરંતુ આ સ્કોર ભારતને રોકવા માટે પૂરતો ન હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ