શરૂઆતમાં એવું લાગ્યું કે, અમે કોઈ ટેસ્ટ મેચ રમી રહ્યા છીએ: શુભમન ગિલ
મુંબઈ, નવી દિલ્હી, ૦7 મે (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ની એક રોમાંચક મેચમાં, ગુજરાત ટાઇટન્સે ડકવર્થ લુઇસ નિયમના આધારે, મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરીને, 20 ઓવરમાં 8 વિક
ગીલ


મુંબઈ, નવી દિલ્હી, ૦7 મે (હિ.સ.)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ની એક રોમાંચક મેચમાં, ગુજરાત ટાઇટન્સે ડકવર્થ લુઇસ નિયમના આધારે, મુંબઈ

ઇન્ડિયન્સને 3 વિકેટથી

હરાવ્યું.

મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરીને, 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદે

ઘણી વખત મેચમાં વિક્ષેપ પાડ્યો હતો અને અંતે ગુજરાતને 19 ઓવરમાં 147 રનનો લક્ષ્યાંક

મળ્યો હતો.જે ગુજરાતે છેલ્લા બોલ પર 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

મેચ બાદ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે,” જ્યારે ટીમ લક્ષ્યનો

પીછો કરવા માટે ઉતરી ત્યારે પરિસ્થિતિ ટેસ્ટ મેચ જેવી લાગતી હતી. પવન જોરથી ફૂંકાઈ

રહ્યો હતો અને વરસાદને કારણે બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.”

પાવરપ્લેમાં, સાવધાનીપૂર્વક ક્રિકેટ રમ્યા

ગિલે કહ્યું, પાવરપ્લે દરમિયાન અમારો ગેમ પ્લાન સંપૂર્ણપણે

અલગ હતો. ચારથી પાંચ ઓવર સુધી એવું લાગ્યું કે, અમે ટેસ્ટ મેચ રમી રહ્યા છીએ.

અમારે સામાન્ય ક્રિકેટ રમવાનું હતું. પાવરપ્લે પછી અમે અમારી રમતમાં પાછા ફરવાનું

વિચાર્યું, પરંતુ વરસાદ

વારંવાર અમને અવરોધી રહ્યો હતો.

ગુજરાતે પાવરપ્લેમાં ફક્ત 29 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ ગિલ અને જોસ

બટલરે 72 રનની મહત્વપૂર્ણ

ભાગીદારી કરીને, ઇનિંગ્સને સ્થિર બનાવી દીધી. ત્યારબાદ ગિલ અને શર્ફેન રૂધરફોર્ડ

વચ્ચે, ઝડપી ભાગીદારી થઈ,

પરંતુ અચાનક ટીમે,

15 બોલમાં 13 રનમાં 4 વિકેટ ગુમાવી

દીધી, જેના કારણે ગતિ

તૂટી ગઈ અને ગુજરાત પણ ડકવર્થ-લુઇસ સ્કોરથી પાછળ પડી ગયું.

ડ્રેસિંગ રૂમમાં, નિરાશાના વાદળો છવાયેલા હતા

ગિલે કહ્યું, તે સમયે ડ્રેસિંગ રૂમમાં ઘણી નિરાશા હતી, કારણ કે એક સમયે

અમે રમતમાં ઘણા આગળ હતા. પછી જ્યારે 4 ઓવરનો ખરાબ સત્ર આવ્યો, 13 રનમાં 4 વિકેટ પડી ગઈ, ત્યારે એવું લાગ્યું કે ટેસ્ટ મેચનો સત્ર અમારી વિરુદ્ધ ગયો

છે. તે સમય ખૂબ જ નિરાશાજનક હતો, પરંતુ બ્રહ્માંડએ અમને બીજી તક આપી અને પછી બધું બરાબર થઈ

ગયું.

રાશિદ ખાનની, વાપસીથી ખુશ ગિલ

ગિલે રાશિદ ખાનની પ્રશંસા કરતા કહ્યું, સનરાઇઝર્સ

હૈદરાબાદ સામે 3 ઓવરમાં 50 રન આપ્યા બાદ,

તેણે શાનદાર વાપસી કરી. ઈજામાંથી સ્વસ્થ થયા પછી તે જે રીતે નેટમાં સખત મહેનત કરી

રહ્યો હતો અને જે રીતે તેણે બોલિંગ કરી તે અમારા માટે ખૂબ જ સારા સંકેત છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande