પોતાના આઈપીએલ ભવિષ્ય અંગે એમએસ ધોનીએ કહ્યું: 'મારા માટે કોઈ નિર્ણય લેવાનો સમય નથી'
કલકતા,નવી દિલ્હી,08 મે (હિ.સ.) ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ધોનીની છેલ્લી સીઝન હશે કે નહીં, તે ખુદ માહીએ પણ હજુ સુધી નક્કી કર્યું નથી. 43 વર્ષીય ધોનીએ કહ્યું કે,” તે દર વર્ષે ફક્ત બે મહિના રમે છે અને દરેક સિઝન પછી તેન
ધોની


કલકતા,નવી દિલ્હી,08 મે (હિ.સ.)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2025) ધોનીની છેલ્લી સીઝન હશે કે નહીં, તે ખુદ માહીએ પણ

હજુ સુધી નક્કી કર્યું નથી. 43 વર્ષીય ધોનીએ કહ્યું કે,” તે દર વર્ષે ફક્ત બે

મહિના રમે છે અને દરેક સિઝન પછી તેને 6-8 મહિના સુધી સખત મહેનત કરવી પડે છે. જેથી

તે નક્કી કરી શકે કે તેનું શરીર આગામી સિઝનના દબાણનો સામનો કરી શકશે કે નહીં.”

આઈપીએલમાંથી બહાર, પણ ધોની સીએસકે માટે પૂરા દિલથી રમી રહ્યો છે.

કલકતા નાઈટ રાઈડર્સ સામેની રોમાંચક જીત બાદ ધોનીએ કહ્યું, હમણાં મારા માટે,

કોઈ નિર્ણય લેવાનો સમય નથી,

પરંતુ હું જ્યાં

પણ જાઉં છું ત્યાં મને પ્રેમ અને સ્નેહનો અનુભવ થાય છે. આ સિઝનમાં ધોની

શારીરિક રીતે ઓછું યોગદાન આપી રહ્યો છે.સીએસકે કોચ

સ્ટીફન ફ્લેમિંગે પણ સ્વીકાર્યું કે,” ધોનીના ઘૂંટણ તેને લાંબા સમય સુધી બેટિંગ

કરવાની મંજૂરી આપતા નથી.”

બુધવારે, 18૦ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ધોની 13મી ઓવરમાં

બેટિંગ કરવા આવ્યો. તેણે શિવમ દુબે સાથે મળીને, મેચને છેલ્લી ઓવર સુધી લઈ ગયો અને

આન્દ્રે રસેલની બોલ પર, એક મહત્વપૂર્ણ સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો.

ઉર્વિલ પટેલ અને બ્રેવિસની વિસ્ફોટક એન્ટ્રી-

આ મેચમાં બે યુવા સ્ટાર્સ સમાચારમાં હતા - ઉર્વિલ પટેલ અને

ડેવાલ્ડ બ્રેવિસ. આઈપીએલમાં પદાર્પણ કરી રહેલા ઉર્વિલે શરૂઆતથી જ આક્રમક વલણ

બતાવ્યું અને માત્ર 11 બોલમાં 31 રન બનાવ્યા, જેમાં ચાર

છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બ્રેવિસે, 22 બોલમાં ફિફ્ટી ફટકારી, જેમાં વૈભવ અરોડાની એક ઓવરમાં 6,4,4,6,6,4 જેવા શોટનો

સમાવેશ થાય છે.

હવે સીએસકેનું ધ્યાન આઈપીએલ 2026 ની તૈયારી પર છે-

પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયેલી સીએસકે ટીમ હવે બાકીની

મેચોનો ઉપયોગ યુવા ખેલાડીઓને અજમાવવા માટે કરી રહી છે. ધોનીએ કહ્યું, વાસ્તવિક મેચ નેટ

કે પ્રેક્ટિસ રમતો કરતાં વધુ મહત્વપૂર્ણ છે. અમે જોવા માંગીએ છીએ કે ખેલાડીનું વલણ

દબાણમાં કેવું છે, તે માનસિક રીતે

કેટલો મજબૂત છે. રમત કરતા, ટેકનિકલ જાગૃતિ વધુ મહત્વપૂર્ણ છે.

ધોનીએ એમ પણ કહ્યું, કોઈ ખાસ બોલર શું વિચારી રહ્યો છે, તે કયા ફિલ્ડ

સેટઅપ અનુસાર કયો બોલ ફેંકશે, અથવા તે 'બ્લફ બોલ' કેવો હશે - આ એવી બાબતો છે, જે એક વાસ્તવિક બેટ્સમેનને ખાસ

બનાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande