31 માર્ચે, બેંકોમાં ચેક માટે ખાસ ક્લિયરિંગ સિસ્ટમ હશે
નવી દિલ્હી/મુંબઈ, 28 માર્ચ (હિ.સ.). ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, તમામ બેંકોને નાણાકીય વર્ષ 2024-25 માટે તમામ સરકારી વ્યવહારોના હિસાબને સરળ બનાવવા માટે 31 માર્ચે ફરજિયાતપણે ખાસ ક્લિયરિંગ વ્યવસ્થામાં જોડાવા જણાવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 (
આરબીઆઈ


નવી દિલ્હી/મુંબઈ, 28 માર્ચ (હિ.સ.). ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, તમામ બેંકોને નાણાકીય વર્ષ 2024-25 માટે તમામ સરકારી વ્યવહારોના હિસાબને સરળ બનાવવા માટે 31 માર્ચે ફરજિયાતપણે ખાસ ક્લિયરિંગ વ્યવસ્થામાં જોડાવા જણાવ્યું છે. વર્તમાન નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-માર્ચ) 31 માર્ચે સમાપ્ત થાય છે.

આરબીઆઈ એ શુક્રવારે એક પરિપત્રમાં જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2025 ના રોજ ચેક ટ્રંકેશન સિસ્ટમ (સીટીએસ) હેઠળ સામાન્ય ક્લિયરિંગ સમય અન્ય કોઈપણ કાર્યકારી સોમવાર જેટલો જ રહેશે. કેન્દ્રીય બેંકે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે 31 માર્ચ, 2025 સુધીમાં તમામ સરકારી વ્યવહારોના હિસાબને સરળ બનાવવા માટે, 31 માર્ચે સરકારી ચેક માટે ખાસ સીટીએસ હેઠળ ખાસ ક્લિયરિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઈ ના પરિપત્રમાં જણાવાયું છે કે, 31 માર્ચ, 2025 ના રોજ સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશનમાં ભાગ લેવો તમામ બેંકો માટે ફરજિયાત છે. સીટીએસ હેઠળ સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશન્સ હેઠળ, હાલનો ક્લિયરિંગ સમય સાંજે 5 થી 7 વાગ્યા સુધીનો રહેશે અને રિટર્ન ક્લિયરિંગ સમય સાંજે 7 થી 7.30 વાગ્યા સુધીનો રહેશે. હકીકતમાં, સીટીએસ હેઠળ, ચેકને ક્લિયરિંગ માટે ભૌતિક રીતે મોકલવાને બદલે, તેની છબી અને ડેટા ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવે છે. આનાથી ખર્ચ અને સમય ઓછો થાય છે અને ચેક પ્રોસેસિંગમાં સુરક્ષા અને કાર્યક્ષમતા વધે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય નાણાકીય વર્ષ 01 એપ્રિલથી 31 માર્ચ સુધી અનુસરવામાં આવે છે. આવકવેરા કચેરીઓ સાથે, દેશભરમાં સીજીએસટી કચેરીઓ પણ 29 માર્ચથી 31 માર્ચ સુધી ખુલ્લી રહેશે, તેમ છતાં સપ્તાહના અંતે અને સોમવારે ઈદ-ઉલ-ફિત્ર હોઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande