મસ્કે તેની એઆઈ કંપની એક્સએઆઈ, 33 અબજ ડોલર માં એક્સ ને વેચી દીધી
નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ને, તેમની પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંપની - એક્સએઆઈ ને 33 અબજ ડોલર (લગભગ રૂ. 2.82 લાખ કરોડ) માં વેચી દીધા છે. આ સોદો ઓલ-સ્ટોક હતો, એટલે કે રોકડન
એલાન મસ્ક


નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ને, તેમની પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કંપની - એક્સએઆઈ ને 33 અબજ ડોલર (લગભગ રૂ. 2.82 લાખ કરોડ) માં વેચી દીધા છે. આ સોદો ઓલ-સ્ટોક હતો, એટલે કે રોકડને બદલે શેરની આપ-લે કરવામાં આવી હતી.

એલોન મસ્કે શનિવારે 'એક્સ' ખાતે જણાવ્યું હતું કે, આ પગલું એક્સએઆઈ ની અદ્યતન એઆઈ ક્ષમતાઓ અને કુશળતાને એક્સ ની વ્યાપક પહોંચ સાથે જોડીને અપાર શક્યતાઓ ખોલશે. તેમણે કહ્યું કે, એક્સએઆઈ અને એક્સ નું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. તો આજે આપણે સત્તાવાર રીતે ડેટા, મોડેલ, કમ્પ્યુટિંગ, વિતરણ અને પ્રતિભાને એકસાથે લાવવા તરફ એક પગલું ભરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે આ સોદામાં એક્સએઆઈ નું મૂલ્ય 80 અબજ ડોલર અને એક્સ નું મૂલ્ય 33 અબજ ડોલર આંકવામાં આવ્યું છે. આ સોદો ઓલ-સ્ટોક સ્કીમ હેઠળ થયો છે. હકીકતમાં, બંને કંપનીઓ ખાનગી માલિકીની છે, જેનો અર્થ એ છે કે તેમને તેમના નાણાકીય નિવેદનો જાહેર કરવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ તેમજ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર તરીકે સેવા આપતા એલોન મસ્કે 2022 માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું. ત્યારબાદ એલોન મસ્કે તેના કર્મચારીઓને છટણી કર્યા અને તેનું નામ બદલીને એક્સ રાખ્યું, જ્યારે નફરતભર્યા ભાષણ, ખોટી માહિતી અને વપરાશકર્તા ચકાસણી અંગેની તેની નીતિઓમાં ફેરફાર કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande