Banas Kantha, 30 માર્ચ (હિ.સ.)
અંબાજી, 30 માર્ચ (હિ. સ) પહેલી ચૈત્રી નવરાત્રી ના રોજ અંબાજી ખાતે દર્શન કરી અમદાવાદ વસ્ત્રાપુરના યાત્રિકો અંબાજી થી સુરપગલાં થઈ આબુરોડ જઈ રહ્યા હતા ત્યારે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર સુરપગલા પાસે આ tata nexon કાર રોડ સાઈડના ડીવાઈડ ઉપર ચડી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ કારમાં સવાર ત્રણ મુસાફરો ઉછળીને નીચે નાળામાં પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જોકે આ અકસ્માતમાં હાલ તબક્કે કોઈ જાનહાનિના સમાચાર નથી અને 108 ઈમરજન્સીને જાણ કરી આ ત્રણેય ઈજાગ્રસ્તોને રાજસ્થાન આબુરોડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજસ્થાન પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જો કે આ અકસ્માત સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો હોવાનું જાણવા મળેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ