ISIS એજન્ટે સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, વલસાડ પોલીસમાં ફરિયાદ
વલસાડ, 3 એપ્રિલ (હિ.સ.) સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને ગઈકાલે સુરતથી મુંબઈ જતી વખતે ISIS તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉપદેશ રાણા સુરતથી મુંબઈમાં સંસ્કૃત ધર્મના કાર્યક્રમ માટે જઇ રહ્યા હતા. વલસાડ હાઈવે પરથી પસાર થતી વખતે તેમને સોશિયલ મીડિય
Updesh rana


વલસાડ, 3 એપ્રિલ (હિ.સ.) સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને ગઈકાલે સુરતથી મુંબઈ જતી વખતે ISIS તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉપદેશ રાણા સુરતથી મુંબઈમાં સંસ્કૃત ધર્મના કાર્યક્રમ માટે જઇ રહ્યા હતા. વલસાડ હાઈવે પરથી પસાર થતી વખતે તેમને સોશિયલ મીડિયાની દ્વારા ઓડિયો કોલ આવ્યો હતો, જેમાં ISISના એજન્ટે તેમના કાફલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.

આ ધમકી પછી બીજો ફોન પણ આવ્યો હતો. જેમણે તરત જ ઉપદેશ રાણાએ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી. પોલીસએ તરત જ તેમના કાફલાને સુરક્ષા સાથે મહારાષ્ટ્ર સરહદ સુધી પહોંચાડ્યો.

ઉપદેશ રાણાએ ગુજરાતમાં 11થી વધુ અને દેશભરમાં 30થી વધુ પોલીસ મથકોમાં ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાવી છે. આજે તેમણે વલસાડ રૂરલ પોલીસ મથકે પણ ફરીથી ફરિયાદ નોંધાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande