પોરબંદર, 30 માર્ચ (હિ.સ.)
પોરબંદર મહાનગરનો દરજજો મળ્યા બાદ લોકોની સુખાકારીમાં હજુ કોઇ વધારો થયો નથી પરંતુ એક પછી એક વેરામા વધારો થયો છે. તો વિવિધ ચાર્જમા વધારો કરી દેવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યુ રહ્યુ છે.
પોરબંદર છાયા નગરપાલિકા હતી તે દરમ્યાન જન્મ-મરણ અને લગ્ન નોંધણીની ફી રૂ. 5 અને શોધાઈ ફી રૂ.2 હતી તે મહાનગર બન્યા બાદ તેમા દશ ગણો વધારો કરવામાં આવ્યો હોવાનુ જાણવા મળી રહ્યું છે. હવે થી જન્મ-મરણ અને લગ્ન નોંધણીના રૂ.5 ને બદલે રૂ.50 ચુકવા પડશે તેમજ શોધાઈના માત્ર રૂ. 2 હતા તે હવે રૂ.20 ચુકવા પડશે આ ફી વધારો પ્રજા પર લાદી દેવામાં આવ્યો છે. વાહન વેરો લાદી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત નામ મિલ્કત ટ્રાન્સફરમાં ફી મા પણ વધારો કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં હજુ મોટા કોઈ ઉદ્યોગો નથી નાના મોટા ધંધા રોજગારો અને મજુરી કામ કરી અને પ્રજા પોતાની આજીવિકા રળી રહ્યા છે. તો બીજી તરફ મહાનગરના જે લાભ મળવા જોઈએ તે મળ્યા નથી તેવા સમયે વેરા અને અલગ-અલગ ચાર્જમાં વધારો કરવામા આવતા પ્રજા પર આર્થિક ભારણ વધી રહ્યુ જેને લઇ ભારે નારાજગી પણ જોવા મળી રહી છે. સ્વભાવિક છે મહાનગર બન્યુ તો વેરાનો બોજ તો વધાવાનો હતો પ્રજાને જે સુખાકારી આપવી જોઇએ તે મળી નથી તે પહેલા વેરા અને વિવિધ ચાર્જમા વધારો કરવામાં આવ્યો તે હાલ પ્રજા સહન કરી શકે તેમ નથી તેવી ચર્ચા પણ શહેરમાં જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya