ઢાકા, નવી દિલ્હી, 31 માર્ચ (હિ.સ.). બાંગ્લાદેશના ચટગાંવના લોહાગરા ઉપ-જિલ્લામાં આજે સવારે બે બસો વચ્ચે સામસામે ટક્કર થતાં પાંચ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઢાકા ટ્રિબ્યુન અખબારના અહેવાલ મુજબ, દોહઝારી હાઇવે પોલીસના એસઆઈ મંજુર હુસૈને જણાવ્યું હતું કે, અકસ્માત સવારે લગભગ 7:30 વાગ્યે ચટગાંવ-કોક્સ બજાર હાઇવે પર, જંગલાઈ મઝાર ગેટ વિસ્તારમાં થયો હતો. મૃતકોમાં 21 વર્ષીય અરાફત, 18 વર્ષીય રિફાત, 28 વર્ષીય નિઝામ, 14 વર્ષીય સિદ્દીકી અને 30 વર્ષીય નાઝીમનો સમાવેશ થાય છે.
લોહાગરા ફાયર સ્ટેશનના અધિકારી રાખલ ચંદ્ર રુદ્રએ જણાવ્યું હતું કે, ચટગાંવથી કોક્સ બજાર જઈ રહેલી સાઉદી ટ્રાન્સપોર્ટ બસ વિરુદ્ધ દિશામાંથી આવતી મિનિબસ સાથે અથડાઈ હતી. મિનિબસ કોક્સ બજારના ઉખિયા ઉપજિલ્લાથી ચટગાંવના સતકાનિયા જઈ રહી હતી. રુદ્રના જણાવ્યા મુજબ, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 10-12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા. એસઆઈ મોંજુરે જણાવ્યું કે બંને બસો જપ્ત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ