ચીની સેનાએ, તાઇવાનને ઘેરીને સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી
બીજિંગ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) ચીનની સેનાએ મંગળવારે તાઇવાનની આસપાસ અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી. તેમાં આર્મી, નેવી અને રોકેટ ફોર્સનો સમાવેશ થાય છે. આને તાઇવાનની સ્વતંત્રતા સામે એક મજબૂત ચેતવણી માનવામાં આવી રહી છે. ચીની
તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગતે


બીજિંગ, નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) ચીનની સેનાએ મંગળવારે તાઇવાનની આસપાસ અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી. તેમાં આર્મી, નેવી અને રોકેટ ફોર્સનો સમાવેશ થાય છે. આને તાઇવાનની સ્વતંત્રતા સામે એક મજબૂત ચેતવણી માનવામાં આવી રહી છે. ચીની સેનાના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડના સત્તાવાર વી-ચેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપવામાં આવી છે. ચીને કેટલાક દિવસોથી ટાપુ સામે રાજકીય અને લશ્કરી દબાણ વધારી દીધું છે. બીજિંગ, લાંબા સમયથી તાઇવાનને પોતાનો ભાગ ગણાવી રહ્યું છે.

સીએનબીસી ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ, તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીનના શેનડોંગ એરક્રાફ્ટ કેરિયર ગ્રુપે સોમવારે ટાપુના પ્રતિભાવ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. જવાબમાં લશ્કરી વિમાનો અને જહાજો મોકલવામાં આવ્યા હતા અને જમીન આધારિત મિસાઇલ સિસ્ટમો સક્રિય કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ તાઇવાન અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેની લશ્કરી પ્રવૃત્તિઓ વધારી દીધી છે. સારી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય તેની સાથે છે.

સંયુક્ત લશ્કરી કવાયતની જાહેરાત પછી, ચીની સેનાએ સતત અનેક વીડિયો જાહેર કર્યા. આમાં ચીની યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ તાઇવાનને ઘેરી લેતા, ઉપરથી તાઇપે ને નિશાન બનાવતા અને શહેરની શેરીઓમાં પેટ્રોલિંગ કરતા લશ્કરી વાહનો દર્શાવવામાં આવ્યા હતા. ચીની સેનાએ એક પોસ્ટરનો વીડિયો પણ બહાર પાડ્યો છે. તેનું શીર્ષક છે, ક્લોઝિંગ ઇન. ચીની સેનાના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે તેના વી-ચેટ પેજ પર શેલ નામનો એક વીડિયો બહાર પાડ્યો. તેમાં તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગતે ને લીલા કાર્ટૂન બગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ચીની સૈન્યએ તાઇવાનના રાષ્ટ્રપતિને પરોપજીવી કહ્યા છે. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ટાપુને ખોખલો કરી રહ્યા છે. ચીનના તાઇવાન બાબતોના કાર્યાલયના પ્રવક્તા ઝુ ફેંગલિયાંગે જણાવ્યું હતું કે, આ સંયુક્ત કવાયત લાઇ ચિંગતેના મોટા પાયે સ્વતંત્રતા ઉશ્કેરણી માટે એક કડક સજા છે. એટલું જ નહીં, ચીને તાઇવાનને પોતાના કબજામાં લેવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાઇવાન પર ચીનના લશ્કરી ખતરાના તાજેતરના ઇતિહાસની શરૂઆત 1996 થી થાય છે. આ તે જ સમયે છે જ્યારે તાઇવાનમાં પહેલીવાર સીધી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પછી, ચીને તાઇવાનની આસપાસના ઘણા વિસ્તારોને પ્રતિબંધિત જાહેર કર્યા. એક સમયે ચીન અને તાઇવાન એક જ દેશનો ભાગ હતા. આને યુનાઇટેડ ચાઇના તરીકે ઓળખવામાં આવતું હતું. એ પણ મહત્વનું છે કે, બીજિંગ ક્યારેય યુદ્ધમાં તાઇવાન પર કબજો કરી શક્યું નથી. ચીન તાઇવાન સાથેના બે યુદ્ધોમાં નિર્ણાયક રીતે હારી ગયું છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande