સોશિયલ મીડિયા દ્વારા માતા સાથે સંપર્કમાં આવેલો 14 વર્ષીય કિશોર ઘર છોડીને નિકળ્યો
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય ગુલામ કાદરી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પાંચ દિવસની સઘન તપાસ બાદ, ચોક બજાર પોલીસએ સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેને શોધી કાઢ્યો. ઈદના દિવસે ગુલામ અન
સોશિયલ મીડિયા દ્વારા માતા સાથે સંપર્કમાં આવેલો 14 વર્ષીય કિશોર ઘર છોડીને નિકળ્યો


સુરત, 1 એપ્રિલ (હિ.સ.) શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા 14 વર્ષીય ગુલામ કાદરી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. પાંચ દિવસની સઘન તપાસ બાદ, ચોક બજાર પોલીસએ સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેને શોધી કાઢ્યો. ઈદના દિવસે ગુલામ અને તેના માતા-પિતાની ભેટ કરાવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ તપાસમાં ખુલ્યું કે ગુલામ કાદરી પોતાના જન્મ આપનાર માતા સાથે સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યો હતો. જન્મ પછી તે પિતાની બીજી પત્ની પાસે ઉછર્યો હતો અને મૂળ માતાની જાણ નહોતી. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર થયેલી વાતચીત બાદ તે માતા પાસે જવા ઉત્સુક થયો અને ઘર છોડીને નીકળી ગયો.

ગુલામના ગુમ થવાની જાણ થતા ચોક બજાર પોલીસએ 20થી વધુ પોલીસકર્મીઓની ટીમ બનાવી શહેરના કામરેજથી ચોક બજાર સુધીના 100થી વધુ સીસીટીવી ચેક કર્યા. આખરે એક મહત્વના સ્ક્રીનશોટના આધારે ગુલામની ખોજ મળી.

જ્યારે પોલીસને જન્મ આપનાર માતા પર શંકા ગઈ, ત્યારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી. પ્રથમ તો તેણે દીકરાના વિશે અજાણ રહેવાનો નાટક કર્યો, પરંતુ સખ્તાઈથી પૂછતાં ગુલામ તેના સંબંધીના ઘરે હોવાની કબુલાત કરી.

ગુલામ ગુમ થતા પિતા મોહમ્મદ કાદરીએ તેને શોધી આપનારને ₹50,000 ઇનામ આપવાની જાહેરાત કરી હતી. પણ આ જાહેરાત બાદ કેટલાંક અસામાજિક તત્વોએ બોગસ કોલ કરી પૈસા માંગવાનો પ્રયાસ કર્યો.પોલીસે ગુલામને પરિવાર સાથે મિલન કરાવતાં ઈદના તહેવારની ખુશી બમણી થઈ ગઈ. માતા-પિતાએ ચોક બજાર પોલીસની મહેનત માટે આભાર વ્યક્ત કર્યો અને પોલીસ ટીમે પણ સંતોષ અનુભાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande