જામનગર સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ,એક પાઇલટનું મોત,એક સારવાર હેઠળ
જામનગર/અમદાવાદ,02 એપ્રિલ (હિ.સ.) જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા.
Fighter plane crashes in Jamnagar's Suvarda village, one pilot dies, one under treatment

જામનગર/અમદાવાદ,02 એપ્રિલ (હિ.સ.) જામનગરના સુવરડા ગામે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થવાને કારણે ભારે આગ લાગી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. સાથે જ સ્થળ પર મોટી સંખ્યામાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા.

જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક પાઇલટનું મોત થયું છે. જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયો છે. બીજી તરફ જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે તે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો છે. ઘટનાની જાણ થતાં જ એસપી, કલેક્ટર સહિતનો કાફલો હાલ સ્થળપર દોડ્યો છે.

ગામની સીમમાં પ્લેન ધડાકાભેર ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થતાની સાથે જ વિકરાળ આગ ફેલાઈ હતી. જેમાં આ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતીને પોલીસ દ્વારા સંભાળવામાં આવી હતી. બીજી તરફ ગામની સીમમાં પ્લેન ક્રેશ થતાની સાથે ગામમાં દોડધામ મચી ઉઠી હતી અને લોકો સ્થળ પર પહોંચ્યા હતા.

સમગ્ર મામલે જામનગર એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે આ ફાઈટર પ્લેનમાં 2 પાયલટ હાજર હતા. પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનનાં ટુકડે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તંત્ર પણ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

 rajesh pande