જૂનાગઢ ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડુતો જોગ
જુનાગઢ, 2 એપ્રિલ (હિ.સ.) ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે ઇ- સમૃધ્ધી પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા જે
જૂનાગઢ, ટેકાના ભાવે ચણા અને રાયડાના


જુનાગઢ, 2 એપ્રિલ (હિ.સ.) ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે ઇ- સમૃધ્ધી પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા જે સર્વે નંબરોમા પાક જોવા મળેલ નથી, તેવા ખેડુતોને આ બાબતે આઇ – ખેડુત પોર્ટલ મારફત મેસેજ/SMS કરવામાં આવેલ છે.

જે કોઇ ખેડુતોને આવો મેસેજ આવેલો હોય અને આ બાબતે આપને કોઇ વાંધો હોય તો આપના વિસ્તારના ખેતીવાડી ગ્રામ સેવક/ વિસ્તરણ અધિકારી (ખેતી ) ને આધાર સહ અરજી રજુ કરવાની રહેશે. આવી અરજી મળ્યે નોંધણી સમયે વાવેતર માટે રજુ કરાયેલા પુરાવા / શેઢા પાડોશી ખેડુત તેમજ સબંધીત ગામના તલાટી મંત્રી અને સરપંચનું વાવેતર કરેલ હોવાના રોજકામના આધારે વાવેતર નક્કી કરવામા આવશે અને ત્યાર બાદ તાલુકાના વિસ્તરણ અધિકારી (ખેતી) મારફત જિલ્લા ખતીવાડી અધિકારીશ્રીને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. જે મળ્યે વાવેતર ધરાવતા તમામ ખેડુતોની યાદી રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવનાર એજંસીને સુપ્રત કરવામાં આવશે, અને ખરીદી શરૂ થયે ખેડૂતો ચણા અને રાયડા ની ખરીદીમા કોઇપણ જાતના વિલંબ અને મુશ્કેલી વગર ભાગ લઇ શકશે. તો જે ખેડૂતો ને સંદેશો કે મોબાઇલ મા મેસેજ હોય તેઓ તેમના ગ્રામ સેવકનો સંપર્ક કરવો તેવો અનુરોધ કરવામા આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande