જૂનાગઢ અગ્નિવીર આર્મી ભરતી પસંદગી કસોટી માટે 10 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી
જૂનાગઢ,2 એપ્રિલ (હિ.સ.) ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી ( 2025-26 ) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવેલ છે. આ લશ્કરી
જૂનાગઢ અગ્નિવીર આર્મી ભરતી પસંદગી કસોટી માટે 10 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરવી


જૂનાગઢ,2 એપ્રિલ (હિ.સ.) ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા અગ્નિવીર આર્મી ભરતી રેલી ( 2025-26 ) ની પસંદગી કસોટી માટે ઓનલાઈન ફોર્મ ભરવા બાબતે આયોજન કરવામાં આવેલ છે.

આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર જનરલ ડયુટી,અગ્નીવીર ટેકનીકલ, અગ્નીવીર (કલાર્ક/ સ્ટોર કીપર ટેકનીકલ,( ધોરણ ૧૨ પાસ) અગ્નિવીર ટ્રેડમેન (૮ તથા ૧૦ પાસ) કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માટે ઉંમર ૧/૧૦/૨૦૨૪ થી ૧/૪/૨૦૦૮ ની વચ્ચે જન્મેલા ફક્ત અપરણિત પુરુષ ઉમેદવાર પાસેથી http://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૧૦/૪/૨૦૨૫ સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે. જેમાં ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા પ્રથમ આપવાની રહેશે. જાહેરાત માટેની વધુ વિગતો http://www.joinindianarmy.nic.in વેબસાઈટ ઉપર જોઈ શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande