વડોદરામાં માધવપુર મેળા પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
વડોદરા, 1 એપ્રિલ (હિ.સ.) વડોદરામાં માધવપુર મેળા પૂર્વે એક પ્રતીકાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 2 એપ્રિલે અકોટા સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 400 કલાકારો દ્વારા વિવિધ લોકનૃત્યો રજૂ કરવામાં આવશે. ગુજરાતના પ્રખ્યાત
વડોદરામાં માધવપુર મેળા પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે


વડોદરા, 1 એપ્રિલ (હિ.સ.) વડોદરામાં માધવપુર મેળા પૂર્વે એક પ્રતીકાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 2 એપ્રિલે અકોટા સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 400 કલાકારો દ્વારા વિવિધ લોકનૃત્યો રજૂ કરવામાં આવશે.

ગુજરાતના પ્રખ્યાત માધવપુર ઘેડ મેળા ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિને એકસાથે લાવવા માટે પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મિણીના વિવાહની યાદમાં દર વર્ષે યોજાતા આ મેળાના ભાગરૂપે પોરબંદરમાં 6 થી 10 એપ્રિલ દરમિયાન ભવ્ય ઉજવણી થવાની છે. આ મેળાના સંદર્ભે વડોદરામાં પૂર્વ-આયોજન તરીકે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં ઉત્તરપૂર્વ ભારતના 8 રાજ્યોમાંથી 200 કલાકાર અને ગુજરાતના 200 કલાકાર મળી કુલ 400 કલાકાર લોકનૃત્ય પ્રસ્તુત કરશે. ગુજરાત અને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક રંગોને ઉજાગર કરતા આ ભવ્ય કાર્યક્રમ માટે મફત પ્રવેશ રહેશે, અને અગાઉથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

સ્થાયી સમિતિના અધ્યક્ષએ જણાવ્યું કે આ કાર્યક્રમ વડોદરામાં વસતા લોકો માટે અનન્ય અને યાદગાર અનુભવ રહેશે, જ્યાં દેશના વિવિધ રાજ્યોની લોકકલા અને નૃત્યોનો આનંદ માણી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande