વલસાડ, 1 એપ્રિલ (હિ.સ.) વલસાડ તાલુકાના અતુલ ગ્રામ પંચાયતના હોલમાં ગામનાં વડીલો માટે એક પ્રોગ્રામનું આયોજન અતુલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. હરકિશનભાઈ પ્રજાપતિ કે જે કંપનીમાં અને વિવિધ આઈટીઆઈમાં ટ્રેનર તરીકે સેવા આપે છે અને ઘણા સીનીયર સીટીઝન્સનાં ગ્રુપ સાથે જોડાયેલા છે તેમણે હાજર રહેલા વડીલોને સરળ ભાષામાં નવરાત્રીની સમજ આપી હતી તેમજ રવિન્દ્ર આહીર કે જેઓ હાલ નિવૃત્ત છે અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા છે તેમણે આપણી ભારતીય સંસ્કૃતિ અને હવે પછીની પેઢીને વડીલો દ્વારા કેવા સંસ્કાર આપવા તે અંગે વક્તવ્ય આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે