વલસાડના કાપરિયામાં ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ યોજાયો, 38 યુનિટ રકતદાન કરાયુ
વલસાડ, 1 એપ્રિલ (હિ.સ.) વલસાડ તાલુકાના કાપરિયા ગામે ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયા, પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warrior's dharampur ના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો હ
Surat


વલસાડ, 1 એપ્રિલ (હિ.સ.) વલસાડ તાલુકાના કાપરિયા ગામે ચોસઠ જોગણી માતાજીના પાટોત્સવ નિમિત્તે ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયા, પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warrior's dharampur ના સંયુક્ત ઉપક્રમે રકતદાન કેમ્પ યોજાયો હતો જેનું ઉદ્દઘાટન વાપીના પાર્થિવ મહેતા તથા ઊર્મિલા પટેલ, હિતેન્દ્ર દેસાઈ, જસવંત સિંહ ઠાકોરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.

ચોસઠ જોગણી નવ યુવક મંડળ છેલ્લા 15 વર્ષથી માતાજીના પાટોત્સવ પ્રસંગે રકતદાન કેમ્પ યોજી ધાર્મિક તથા સામાજિક સેવાનું અનોખું ઉદાહરણ પૂરુ પાડે છે. આ પ્રસંગે કિરણ દેસાઈ, શિક્ષક પ્રબોધ ઠાકોર અને હિનલ પટેલે ઉપસ્થિત રહી રકતદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રક્તદાતાઓને પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા Rainbow warrior's dharampur તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ચોસઠ જોગણી નવયુવક મંડળ કાપરિયાના યુવાનો પ્રતિક દેસાઈ, સંદીપ ઠાકોર, નેજલ દેસાઈ, સૌરભ ઠાકોર, જીતેન્દ્ર ઠાકોર વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન ચોસઠ જોગણી નવયુવક મંડળના સભ્યોએ તથા Rainbow warrior's dharampur કો.ઓ શંકર પટેલે કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande