પોરબંદર, 1 એપ્રિલ (હિ.સ.) પોરબંદર નજીકના દરીયામા11 દિવસ પૂર્વે લાપતા બનેલા માછીમારોનો મૃતદેહ મળી આવતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી મુળ મહારાષ્ટ્રનો પોરબંદરની દેવ મહેશ નામની બોટ માછીમારી કરતો રોહીત શુરેશ પાચલકર નામનો માછીમાર ગત 22 માર્ચના રોજ દરિયામા માછીમારી કરતી વેળા ગુમ થયો હતો તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અંતે 30 માર્ચના રોજ પોરબંદર 40 નોટીકલ માઇલ દુર દરિયામાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો આ માછીમાર અકસ્માત દરિયામાં પડી જતાં તેમનુ મોત થયાનુ બહાર આવ્યુ છે આ બનાવ અંગે નવી બંદર મરીન પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya