કનકાઈ માતાનાં મંદિરે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે માતાજીનું ઘટસ્થાપન
સોમનાથ,1 એપ્રિલ (હિ.સ.) આદિ અનાદિકાળની પરંપરા મુજબ માતાજી કનકેશ્વરી તીર્થધામ ગીર કનકાઈ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે નોરતાએ માતાજીનું ધટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ હતી
તીર્થધામ ગીર કનકાઈ ખાતે ચૈત્રી નવરાત્રી


સોમનાથ,1 એપ્રિલ (હિ.સ.) આદિ અનાદિકાળની પરંપરા મુજબ માતાજી કનકેશ્વરી તીર્થધામ ગીર કનકાઈ ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે નોરતાએ માતાજીનું ધટ્ટ સ્થાપન કરવામાં આવ્યુ હતું, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન દ્વારા પૂજા અર્ચના કરવામાં આવેલ હતી કનકેશ્વરી માતાજી મંદિર તીર્થધામમાં ચૈત્રી નવરાત્રી ઉત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે, હવન અષ્ટમીના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી હવન કરવામાં આવશે તેમજ રામનવમીના પાવન પર્વના દિવસે સીતારામ બાપુ, જાડિયા વાળા દ્વારા રામ જન્મની ઉજવણી કરવામાં આવશે,

અષ્ટમીના દિવસે હવનના મુખ્ય મનોરથી તરીકે શેઠ અનિલ અમૃતલાલ શાહ પરિવાર છે આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર જાની, મેનેજર દેવાંગ ઓઝા,પૂર્વ સાંસદ દિનુ સોલંકી, રાજુ મહેતા તથા પૂજારી હરિ જાની તથા માઈ ભક્તો વિગેરે એ ઉપસ્થિત રહ્યી માતાજી ના ગુણગાન ગાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande