જૂનાગઢ વંથલી તાલુકાના ગાંઠીલા ગામમાંથી અવર જવર કરવા માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો.
જૂનાગઢ 1 એપ્રિલ (હિ.સ.) વંથલી તાલુકામાં આવેલ ઘણફુલીયા- ગાંઠીલા રસ્તા પર આવેલ મેજર બ્રિજની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. ગાંઠીલા ઉમિયાધામ સુધી જવા માટે આ મહત્વપૂર્ણ રસ્તો છે. તેથી વૈકલ્પિક રસ્તા માટેની વિગતો જાહેર કરવી જરૂરી જણાય છે. તેથી ક
જૂનાગઢ વંથલી તાલુકાના ગાંઠીલા ગામમાંથી અવર જવર કરવા માટે વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો.


જૂનાગઢ 1 એપ્રિલ (હિ.સ.) વંથલી તાલુકામાં આવેલ ઘણફુલીયા- ગાંઠીલા રસ્તા પર આવેલ મેજર બ્રિજની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. ગાંઠીલા ઉમિયાધામ સુધી જવા માટે આ મહત્વપૂર્ણ રસ્તો છે. તેથી વૈકલ્પિક રસ્તા માટેની વિગતો જાહેર કરવી જરૂરી જણાય છે.

તેથી કાયદા વ્યવસ્થા, જાહેર સલામતીની વ્યવસ્થા જાળવવાના હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરી, જૂનાગઢ દ્વારા વૈકલ્પિક રસ્તાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર ગાંઠીલા ગામમાં ઘણફુલીયા- સોનારડી- મહોબતપુર પાટિયા- ગાંઠીલા રોડનો એટલે કે ૯.૧૦ કિમી લાંબા વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી શકાશે. તેમજ ગાંઠીલા ગામમાં જૂનાગઢ- ઈવનગર- મહોબતપુર પાટિયા- ગાંઠીલા રોડનો એટલે કે ૧૩ કિમી લાંબા વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી શકાશે.

ઉક્ત જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું આગામી તારીખ ૨૫-૦૪-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande