મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર મેળાનું ઉદ્ઘાટન થશે.
પોરબંદર, 1 એપ્રિલ (હિ.સ.) ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે 06 એપ્રિલથી 5 સુધી યોજાશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી 10 એપ્રિલ 2025 સુધી યોજા છે 1600 જેટલા કલ
સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર મેળાનું ઉદ્ઘાટન


સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર મેળાનું ઉદ્ઘાટન


સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે માધવપુર મેળાનું ઉદ્ઘાટન


પોરબંદર, 1 એપ્રિલ (હિ.સ.) ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે 06 એપ્રિલથી 5 સુધી યોજાશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી 10 એપ્રિલ 2025 સુધી યોજા છે 1600 જેટલા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે. ગુજરાતના ખ્યતનામ કલાકારો પર લોકોના મન ડોલવાશે તો આ મેળાનું ઉદ્ધાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે તેવું પોરબંદર જિલ્લા કલેકટર એસડી ધાનાણી જણાવ્યુ છે..

માધવપુરમાં વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી ચૈત્રમાસમાં કરવામાં આવે છે. રામનવમીનાં દિવસથી ભગવાન શ્રી કૃષ્ણનાં લગ્નોત્સવનો પ્રારંભ થાય છે. ત્રણ દિવસ સુધી માધવરાય મંદિરેથી ભગવાનની વરણાંગી નિકળે છે. બારસનાં દિવસે ભગવાનનાં લગ્નોત્સવની ઉજવણી કરવામાં આવે છે. કડછ ગામનાં લોકો મામેરૂ લઈ અને માધવરાયના મંદિરે પહોંચે છે. અને સાંજે નીજ મંદિરેથી ઠાકોરજીની જાન નિકળે છે. ઠાકોરજીનું સ્વરૂપે જયારે માધવરાય નીજ મંદિરેથી બહાર નિકળે છે. ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવે છે.

ભગવાન શ્રીકૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande