ઉનાળાની રજાઓ આનંદ માણવા, શીખવા અને વિકાસ કરવાની અદ્ભુત તક પૂરી પાડે છે: પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશભરના યુવાનોને ઉનાળાના વેકેશનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સમયનો ઉપયોગ આનંદ માણવા, શીખવા અને વ્યક્તિગત વિકાસ માટે કરવા પ્રોત્સાહિત કર્યા. મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર લોકસભા સાંસદ તેજસ્વી સૂ
તેમના સમર કેમ્પ માં સાંસદ સૂર્યા


નવી દિલ્હી, 01 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, દેશભરના યુવાનોને ઉનાળાના વેકેશનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સમયનો ઉપયોગ આનંદ માણવા, શીખવા અને વ્યક્તિગત વિકાસ માટે કરવા પ્રોત્સાહિત કર્યા.

મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર લોકસભા સાંસદ તેજસ્વી સૂર્યાની પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ લખ્યું, મારા બધા યુવા મિત્રોને એક અદ્ભુત અનુભવ અને ખુશી થી ભરપુર રજાઓની શુભેચ્છા. જેમ મેં ગયા રવિવારે મન કી બાતમાં કહ્યું હતું તેમ, ઉનાળાની રજાઓ આનંદ માણવા, શીખવા અને વિકાસ કરવાની એક અદ્ભુત તક પૂરી પાડે છે. આ દિશામાં આવા પ્રયાસો મહાન છે.

સાંસદ સૂર્યાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “અમે મતવિસ્તારના 10 કેન્દ્રોમાં 8-14 વર્ષની વય જૂથના બાળકો માટે એક અઠવાડિયા લાંબી બેંગલુરુ દક્ષિણ સમર કેમ્પ શરૂ કર્યો છે. યોગ અને ધ્યાન, ગીતા પાઠ, નૃત્ય ફિટનેસ, સ્વ-બચાવ અને ચિત્રકામ પરના સત્રો સાથે, લગભગ 2,500 યુવા મન આ પ્રવૃત્તિઓ દ્વારા આ રજાઓ દરમિયાન વધારાની કુશળતા શીખી રહ્યા છે. આ પીએમ મોદીના ગઈકાલના મન કી બાત સંદેશ સાથે સુસંગત છે, જેમાં તેમણે બાળકોને આ ઉનાળામાં મજા અને શીખવાનું મિશ્રણ કરવા વિનંતી કરી હતી. સમર કેમ્પમાં મારી મુલાકાત અને બાળકો સાથેની વાતચીતની કેટલીક ઝલક શેર કરી રહ્યો છું.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande