પાટણમાં સખી વન સ્ટોપ સેન્ટર: મહિલાઓ માટે એક મજબૂત આધાર
પાટણ, 1 એપ્રિલ (હિ.સ.) ધારપુર સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત છે અને મહિલાઓ માટે સહાય પૂરી પાડતું એક મજબૂત આધાર છે. આ સેન્ટર રાજકીય, કાયદાકીય, તબીબી અને માનસિક સહાય સહિત પાંચ પ્રકારની સેવાઓ આપે છે. સેન્ટર ખાતે 307 પીડિત મહિલાઓને મદદ મળી છે, જેમા
પાટણમાં સખી વન સ્ટોપ સેન્ટર: મહિલાઓ માટે એક મજબૂત આધાર


પાટણ, 1 એપ્રિલ (હિ.સ.)

ધારપુર સખી વન સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત છે અને મહિલાઓ માટે સહાય પૂરી પાડતું એક મજબૂત આધાર છે. આ સેન્ટર રાજકીય, કાયદાકીય, તબીબી અને માનસિક સહાય સહિત પાંચ પ્રકારની સેવાઓ આપે છે. સેન્ટર ખાતે 307 પીડિત મહિલાઓને મદદ મળી છે, જેમાં 163 મહિલાઓ સ્વયં પહોચી હતી, અને 41 મહિલાઓને અભયમ હેલ્પલાઇન, 50 મહિલાઓને પોલીસ સ્ટેશન, અને અન્ય સંસ્થાઓ દ્વારા મદદ મળી છે.

આ સેન્ટર માનસિક અસ્વસ્થ 36 મહિલાઓને તબીબી સારવાર આપીને તેમના પરિવારો સાથે પુનઃસ્થાપિત કરવામાં સફળ રહ્યો છે. 155 મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો છે, તેમજ કાયદાકીય, તબીબી, પોલીસ, અને મનોવૈજ્ઞાનિક સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સેન્ટર દ્વારા લગ્ન પહેલાં અને પછીનું કાઉન્સેલિંગ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ કોઈપણ પીડિત મહિલા જાહેર અથવા ખાનગી સ્થિતીમાં લઈ શકે છે, જે હિંસાનો શિકાર બની હોય.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande