વેડ રોડના વેપારીનું 18.26 લાખમાં ઉઠમણું: યાર્નનો માલ લઈને પેમેન્ટ ચૂકવ્યા વિના વેપારી પલાયન
સુરત, 1 એપ્રિલ (હિ.સ.) વેડ રોડ પર આવેલ ઓમ કેશરી ફેશનના માલિક દ્વારા મજૂરાગેટ સ્થિત યાર્ન વેપારીને મોટો ચૂનો મૂકવામાં આવ્યો છે. વેપારીએ વિશ્વાસ અને ઉધારીના આધારે ₹28.07 લાખનો યાર્ન માલ આપ્યો હતો, જેમાંથી ₹10.25 લાખ ચૂકવાયા, પરંતુ બાકી ₹18.26 લાખનું
વેડ રોડના વેપારીનું 18.26 લાખમાં ઉઠમણું: યાર્નનો માલ લઈને પેમેન્ટ ચૂકવ્યા વિના વેપારી પલાયન


સુરત, 1 એપ્રિલ (હિ.સ.) વેડ રોડ પર આવેલ ઓમ કેશરી ફેશનના માલિક દ્વારા મજૂરાગેટ સ્થિત યાર્ન વેપારીને મોટો ચૂનો મૂકવામાં આવ્યો છે. વેપારીએ વિશ્વાસ અને ઉધારીના આધારે ₹28.07 લાખનો યાર્ન માલ આપ્યો હતો, જેમાંથી ₹10.25 લાખ ચૂકવાયા, પરંતુ બાકી ₹18.26 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના વેપારી પલાયન થઈ ગયો.

આ કેસમાં રાજેશ જમનલાલ ટેલર, જે સાનીકા ઈન્ડસ્ટ્રીઝ અને સાનીકા પોલીટેક્ષ પ્રા. લી. માં મેનેજર તરીકે કાર્યરત છે, તેમણે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. આઠવાડિયા સુધી પેમેન્ટ માટે ટ્રાન્સફરનો બહાનો આપ્યા બાદ, આરોપી ધર્મેશ કાનજીભાઈ લખાણી કોઈ સંપર્કમાં ન આવતા, આખરે ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે, અને આરોપીને ઝડપી લેવા પ્રયાસો શરૂ કરાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande