અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં ‘ગાંવ ચલો અભિયાન’અંતર્ગત માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
મોડાસા, 10 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગામના વિકાસ અને સમૃદ્ધિ તરફના પ્રયાસોને
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં ‘ગાંવ ચલો અભિયાન’અંતર્ગત માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો


મોડાસા, 10 એપ્રિલ (હિ.સ.) અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામમાં ગાવ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને ગામના વિકાસ અને સમૃદ્ધિ તરફના પ્રયાસોને ગતિ આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ બુટાલ દૂધમંડળીના સભ્યો અને ગામના પ્રજાજનો સાથે મુલાકાત કરી, જેમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને દૂધ સહકારી મંડળોના વિકાસ માટેની યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે ગામના વિકાસના ચાલુ પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ પર પણ ચર્ચા કરી હતી.

કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રીએ બુટાલ ગ્રામપંચાયત ખાતે સફાઈ અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. તેમણે ગામના લોકોને સફાઈનું મહત્વ સમજાવીને તેમને આ અભિયાનમાં સામેલ થવા અને સ્વચ્છ ગામનું સ્વપ્ન સાકાર કરવા પ્રેરિત કર્યા હતા. સફાઈ અભિયાન દ્વારા ગામની સ્વાસ્થ્ય સુરક્ષા અને સૌંદર્યીકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલને ઉઠાવવામાં આવી હતી, જે રાજ્ય સરકારની સ્વચ્છ ભારત અભિયાનના હેતુ સાથે સંકળાયેલી છે.મંત્રીએ ગામના પ્રજાજનો સાથે સીધી મુલાકાત કરીને તેમના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળી હતી. તેમણે લોકોની રાજુઆતોને ધ્યાનથી સાંભળી અને તેમના મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે સંબંધિત હોદ્દેદારોને સૂચના આપી હતી. આ દરમિયાન, ગામના વિકાસ માટેની યોજનાઓ અને સરકારી સહાયનો લાભ લેવા માટે પ્રજાને જાગૃત કરવાનું કામ પણ થયું હતું. મંત્રીશ્રીની આ પહેલથી ગામના લોકોમાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે.

આ કાર્યક્રમમાં ગામની જનતા, જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને સ્થાનિક સંગઠનોના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હોદ્દેદારોના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો, જેનાથી ગામના વિકાસ અને સમૃદ્ધિ માટે નવી દિશા મળી છે. મંત્રીએ ગામલોકોને ખાતરી આપી હતી કે સરકાર તેમના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજાશે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande