સુરત, 18 એપ્રિલ (હિ.સ.)-ઇન્ટરફેથ સમુદાયે બ્રિટિશ પાર્લામેન્ટ-લંડન ખાતે હેરોમા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર અને સંસ્કાર ટીવી દ્વારા રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. લંડનના હેરોમાં ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર અને સંસ્કાર ટીવી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મૂળ સુરતના અને છેલ્લા 25 વર્ષથી લંડન ખાતે રહેતા લેસ્ટરના કોર્પોરેટર અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા દેવીસિંગ ઉર્ફે દેવયાની પટેલને તેમના શાંતિ, સદ્દભાવ અને સમુદાયના કલ્યાણ તેમજ માનવીયવતા, સમર્પણભાવના બદલ પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂ. રાજરાજેશ્વર ગુરુજી, સાયમન ઓવેન્સ (ડીએલ), ગ્રેથ થોમસ (વ્યવસાય મંત્રી), બોબ બ્લેકમેન (હેરો ઇસ્ટ સાંસદ), ક્રિસ બ્રાઉન અને લેસ્ટરશાયર પોલીસના રણજિત સોનિગ્રા, મુંબઈના બચ્ચુ અને રાજ દીદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ વિશ્વ શાંતિને પ્રોત્સાહન આપવાની ભાવના સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
યુકે પાર્લામેન્ટમાં દેવયાની પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે લંડન ઓફિસ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક મહાનુભાવોને સેવાકાર્યો માટે પ્રશંસા પુરસ્કારો અપાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે