વલસાડની વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર યોજાશે
વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.)-વલસાડ શહેરની 113 વર્ષ પુરાણી શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિને લગતી પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે. આ પાઠશાળા દ્વારા પ્રતિ વર્ષ 'સંસ્કૃત સંભાષણ' શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેથી ત
વલસાડ


વલસાડ, 18 એપ્રિલ (હિ.સ.)-વલસાડ શહેરની 113 વર્ષ પુરાણી શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત, સંસ્કાર અને સંસ્કૃતિને લગતી પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે. આ પાઠશાળા દ્વારા પ્રતિ વર્ષ 'સંસ્કૃત સંભાષણ' શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેથી તા. 1/5/25 થી તા.7/5/25 સુધી 7 દિવસ 'સંસ્કૃત સંભાષણ' શિબિર રોજ સાંજે 4 થી 6 વાગ્યા સુધી યોજાશે. જેમાં સંસ્કૃત બોલતા શીખવવામાં આવશે. આ શિબિરમાં 6 વર્ષથી 60 વર્ષ સુધીના વ્યક્તિઓ ભાગ લઈ શકશે. આ શિબિર માટે તા.28/4/25 સુધીમાં શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાળામાં રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 9726490599 પર સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધણી કરાવવા પાઠશાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande