પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.
પોરબંદર, 12 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમાં આજે હનુમાન જયંતિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુદામાચોક વિસ્તારમાં આવેલા બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારકતદાન કેમ્પનુ આયોજનકરવામાં આવ્યુ શુક્રવારે માત્ર ત્રણ કલાકમાં 1500 બોટલ રક
પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.


પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.


પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.


પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.


પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.


પોરબંદરમાં રક્તદાતાઓ નો સાગર છલકાયો.


પોરબંદર, 12 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમાં આજે હનુમાન જયંતિની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી સુદામાચોક વિસ્તારમાં આવેલા બાલા હનુમાન મંદિર ખાતે બાલા હનુમાન સેવા સમિતિ દ્વારા મહારકતદાન કેમ્પનુ આયોજનકરવામાં આવ્યુ શુક્રવારે માત્ર ત્રણ કલાકમાં 1500 બોટલ રકત એકત્રીત થયુ હતુ તો આજે હનુમાન જયંતિના દિવસે સવારથી રકતદાતાઓ ઉમટી પડતા બપોર સુધીમાં 5500 બોટલ રકત એકત્રીત થયુ હતુ અને પોરબંદરમાં રકતનો ઈતિહાસ રચાયો હતો એક મીનીટમાં અંદાજે 12 રકતદાતાઓએ રકતદાન કર્યુ હતુ

સુદામાનગરી પોરબંદરમાં બાલા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની ઉજવણી પ્રસંગે મહારકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ બાલા હનુમાન ગૃપ દ્વારા શુક્રવારે સાંજે ના સમયે રકતદાનો પ્રારંભ થયો હતો રાત્રીના 10 વાગ્યા સુધીમાં 1500 બોટલ રકત એકત્રીત થયુ હતુ આજ સવારથી પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, કડછ અને બગવદર ખાતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને બપોર સુધીમાં કુલ 5000 હજાર બોટલ રકત એકત્રીત થયુ હતુ પોરબંદરમાં રકતદાનનો ઈતિહાસ રચાયો ગણતરીની કલાકોમાં 5500 બોટલ રકત એકત્રી થયુ હતુ આ રકતદાન કેમ્પમાં અમદાવાદની યુ એન મહેતા, જીઆર કેન્સર હોસ્પિટલ, રાજકોટ સિવિલ હોસ્પિટલ, જામનગર સિવિલ હોસ્પિટલ, રાજકોટ રેડક્રોસ ટીમ,પોરબંદરની ભાવસિંહજી અને આશા હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા આ રકત એકત્રીત કરવામાં આવ્યુ હતુ પોરબંદરમાં આયોજીત મહારકતદાન કેમ્પમાં યુવાનો, મહિલાઓ, યુવતિઓ અને કોસ્ટગાર્ડ, નેવી અને આર્મીના જવાનોએ ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતુ રકતદાતાઓને આકર્ષક ગિફટ આપવામાં આવી હતી આ રકતદાન કેમ્પમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, સામતભાઈ ઓડેદરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયા, ડીસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ જતીનભભાઈ હાથી, અનીલભાઈ કારીયા, દિલીપભાઈ ગાજરા, મુકેશભાઈ ઠકકર, ભરતભાઈ રાજાણી, મનુભાઈ મોદી તેમજ જીલ્લા પોલસીવડા ભગીરથસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી રકતદાન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોનુ કેતનભાઈ ગજજર અને તેમની ટીમ દ્વારા ઉપેરણુ પહેરાવી અને અભિવાદન કરવામાં આવ્યુ હતુ કેતનભાઈ ગજજર અને તેમની ટીમ દ્વારા મહારકતદાન કેમ્પને સફળ બનાવા જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande