વોશિંગ્ટન, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.)
ટ્રમ્પ વહીવટીતંત્ર ફિલિસ્તીની તરફી કોલંબિયા યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થી
મહમૂદ ખલીલને, દેશનિકાલ કરી શકે છે. શુક્રવારે લુઇસિયાના ઇમિગ્રેશન જજ જેમી
કોમન્સે, આ ચુકાદો આપ્યો.
ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલને સમર્થન આપ્યું કે,”
ખલીલના વિચારો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.”
એનબીસીન્યૂઝના અનુસાર,”મહમૂદ ખલીલની ગયા મહિને ધરપકડ કરવામાં આવી હતી. આ પછી
અમેરિકામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.”
ન્યાયાધીશ જેમી કોમન્સે કહ્યું કે,” કોર્ટ હકાલપટ્ટીના
નિર્ણયને સમર્થન આપશે. ૩૦ વર્ષીય ખલીલ ૨૩ એપ્રિલ સુધી, યુનાઇટેડ સ્ટેટ્સમાં રહી
શકે છે.”
આ પહેલા, ન્યુ જર્સીના એક ફેડરલ જજે ખલીલના દેશનિકાલ પર અસ્થાયી રૂપે
રોક લગાવી દીધી હતી. ખલીલના વકીલ માર્ક વાન ડેર હાઉટે કહ્યું કે,” અમારી લડાઈ ચાલુ
રહેશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ