ઇસ્લામાબાદ, નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે, ફરી એકવાર ભારત અને હિન્દુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું. તેમણે કહ્યું કે, આપણા પૂર્વજો માનતા હતા કે આપણે જીવનના દરેક ક્ષેત્રમાં હિન્દુઓથી અલગ છીએ. આપણો ધર્મ અલગ છે. આપણા રિવાજો અલગ છે અને આપણી સંસ્કૃતિ અને વિચારસરણી પણ અલગ છે. આ બે રાષ્ટ્ર નો પાયો છે, જે નખાયો હતો. આપણે બે દેશ છીએ, એક દેશ નહીં. આપણા પૂર્વજોએ પાકિસ્તાનની રચના માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
ગઈકાલે ઇસ્લામાબાદમાં પ્રવાસી પાકિસ્તાનીઓના એક સંમેલનમાં મૌલાનાની જેમ બોલતા પાકિસ્તાનના આર્મી ચીફે કહ્યું કે, પાકિસ્તાનનો પાયો કલમાના આધારે નંખાયો હતો. પાકિસ્તાનની આ વાર્તા કોઈએ ક્યારેય ભૂલવી ન જોઈએ. તમારી આવનારી પેઢીને આ વાત કહો, જેથી તેઓ પાકિસ્તાન સાથેના પોતાના જોડાણનો અનુભવ કરી શકે. તેવી જ રીતે, આપણી ત્રીજી, ચોથી કે પાંચમી પેઢી હોય, દરેકને ખબર હોવી જોઈએ કે તેમના માટે પાકિસ્તાન શું છે.
તેમણે કહ્યું કે, માનવતાના ઇતિહાસમાં આજ સુધી ફક્ત બે જ સામ્રાજ્યો એવા છે જે કલમના પાયા પર બંધાયેલા છે. પહેલાં જે કંઈ છે, તે તૈયબાની સ્થિતિ છે. કારણ કે તૈયબાનું નામ આપણા પયગંબર દ્વારા રાખવામાં આવ્યું હતું. કુરાનમાં તેનું નામ યસ રબ છે, જેને આજે મદીના કહેવામાં આવે છે. બીજું રાજ્ય પાકિસ્તાન છે. 1300 વર્ષ પછી, અલ્લાહે કલમા પર તેનો પાયો નાખ્યો છે.
નવાઈની વાત એ હતી કે, જ્યારે આર્મી ચીફ આ ભાષણ આપી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન સહિત, તમામ મોટા નેતાઓ ત્યાં હાજર હતા. પરંતુ આ બાબતે કોઈએ આર્મી ચીફને અટકાવ્યા નહીં.
હિન્દુસ્થાન સમાચાર / સી.પી. સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ