પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઓફીસ બેરર્સ નિમણુક કરાઈ.
પોરબંદર, 12 એપ્રિલ (હિ.સ.) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિંમતલાલ કારિયા દ્વારા વર્ષ 2025-26ની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોર્મસના ઓફીસ બેરર્સ 2025-26 ના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિમતલાલ કારિયા, ઉપપ્રમુખ ભરતભાઈ
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઓફીસ બેરર્સ નિમણુક કરાઈ.


પોરબંદર, 12 એપ્રિલ (હિ.સ.) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિંમતલાલ કારિયા દ્વારા વર્ષ 2025-26ની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોર્મસના ઓફીસ બેરર્સ 2025-26 ના પ્રમુખ જીજ્ઞેશભાઈ હિમતલાલ કારિયા, ઉપપ્રમુખ ભરતભાઈ તુલસીદાસ પાંઉ, સેક્રેટરી ઠકરાર રાજેશભાઈ લલિતચંદ્ર, જો.સેક્રેટરી પ્રદીપભાઈ વાલજીભાઈ મોનાણી, ટ્રેસરર હેમેન્દ્રભાઈ ગોરધનદાસ કોટેચાની પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાએ ઓફીસ બેરર્સ નિમણુક કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આગામી વર્ષમાં ખુબ જ ઉત્સાહ અને જોમપૂર્વક વેપાર-ઉદ્યોગ ને લગતા તમામ પ્રશ્નો નિરાકરણ તેમજ ચેમ્બરના વિકાસના કાર્યોમાં પ્રયત્નો કરશો તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ આગળ આવતા દિવસોમાં કારોબારી ટીમમાં સભ્યઓને અલગ અલગ ખાતાની ફાળવણી કરી અને વેપારીઓના કોઇપણ પશ્ન હોય તેમનું નિરાકરણ કરવામાં આખી કારોબારી ની ટીમ સતત કામ કરતી રહેશે અને વેપારીઓને કોઇપણ પશ્ન હશે તેનું તાત્કાલિક નિરાકરણ કરી વેપારીઓને કોઈપણ મુશ્કેલી ન પડે તે બાબતે પુરતી ચોકસાઈ કરી કામગીરી કરવામાં આવશે એવું જણાવેલ હતું. તેમજ પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયાએ જણાવેલ કે વેપારીઓના કોઇપણ પશ્નો હોય કે કામકાજ હોય તો પ્રમુખ જીજ્ઞેશ કારીયાના મો. 9825183154 ઉપર જાણ કરવા જણાવેલ હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande