બંને ભાઈ ને ગડદાપાટુ નો માર માર્યો
દાહોદ, 16 એપ્રિલ (હિ.સ.). દાહોદ ના રેંટીયા ખાતે રહેતા જુમલાભાઈ માવી ની વારસાગત જમીન ના ભાગ પાડવામાં આવ્યા ત્યારે જુમલાભાઇ ના ભાઈ ના ભાગ માં આવેલી જમીન માં જુમલાભાઇ નું જૂનું બાંધકામ નો થોડો ભાગ આવતો હતો. જ્યારે તે બાંધકામ ન તોડી અન્ય જમીન નો ભાગ લઈ લ
ગડદાપાટુ નો માર માર્યો


દાહોદ, 16 એપ્રિલ (હિ.સ.). દાહોદ ના રેંટીયા ખાતે રહેતા જુમલાભાઈ માવી ની વારસાગત જમીન ના ભાગ પાડવામાં આવ્યા ત્યારે જુમલાભાઇ ના ભાઈ ના ભાગ માં આવેલી જમીન માં જુમલાભાઇ નું જૂનું બાંધકામ નો થોડો ભાગ આવતો હતો. જ્યારે તે બાંધકામ ન તોડી અન્ય જમીન નો ભાગ લઈ લેવા માટે જણાવ્યુ હતું. તે બાબતે બંને ભાઈ ઑ ના જમીન ના ભાગ ના સમાધાન માટે પંચ ના લોકો ભેગા થયા હતા. જ્યાં જુમલા ભાઈ ના પુત્રો એ બાંધકામ ન તોડવાની વાત કરી હતી. સમગ્ર વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી ના દ્રશ્યો સર્જાયા હતા. એકાએક પંચ તરીકે આવેલા ઈસમે ઉશ્કેરાઈ ને જુમલા ભાઈ ના પુત્રો સંજય અને સુનિલ ઉપર હુમલો કર્યો હતો.બંને ભાઈ ઑ ને ગડદાપાટુ નો માર માર્યો હતો. આ મામલે જુમલા ભાઈ એ દાહોદ રૂરલ પોલીસ મથકે અરજી આપી તેમજ એસપી કચેરી ખાતે પણ રજૂઆત કરી કાયદેસર ની કાર્યવાહી ની માંગ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande