પાટણમાં બાળ તસ્કરી કૌભાંડના આરોપીઓની જામીન અરજી ફગાવાઈ
પાટણ, 18 એપ્રિલ (હિ.સ.) નવેમ્બર 2024માં પાટણ શહેરમાં ખુલાસો થયેલા બાળ તસ્કરીના ગંભીર કૌભાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. પાટણની કોર્ટે કેસના ત્રણેય મુખ્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. મહત્વપૂર્ણ છે કે, બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર (રહે. કોરડા, સાંતલપુ
પાટણમાં બાળ તસ્કરી કૌભાંડના આરોપીઓની જામીન અરજી ફગાવાઈ


પાટણ, 18 એપ્રિલ (હિ.સ.) નવેમ્બર 2024માં પાટણ શહેરમાં ખુલાસો થયેલા બાળ તસ્કરીના ગંભીર કૌભાંડમાં હવે નવો વળાંક આવ્યો છે. પાટણની કોર્ટે કેસના ત્રણેય મુખ્ય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે, બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર (રહે. કોરડા, સાંતલપુર), નર્સ શિલ્પાબેન ઠાકોર (રહે. કમાલપુર, રાધનપુર) અને હોસ્પિટલ કર્મચારી રૂપસંગજી ઠાકોર (રહે. રૈયા, દિયોદર) છેલ્લા પાંચ મહિનાથી જેલમાં છે. પાટણ બી-ડિવિઝન પોલીસે 23 નવેમ્બરે બાળ તસ્કરીનો કેસ નોંધ્યો હતો. ત્યારબાદ સુરેશ ઠાકોરની 27 નવેમ્બરે, શિલ્પાબેન ઠાકોરની 28 નવેમ્બરે અને રૂપસંગજી ઠાકોરની 29 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

કેસની વિગતો મુજબ, આરોપીઓએ એક અવિવાહિત સ્ત્રીના બાળકને નિષ્ઠા હોસ્પિટલમાં લાવી અનાથ બતાવી દીધું હતું અને ફરિયાદી પાસેથી રૂ. 1.20 લાખ લઈ બાળક વેચી દીધો હતો. આ દત્તક પ્રક્રિયામાં કોઈ પણ દસ્તાવેજી કાર્યવાહી ન કરી હતી અને બાળકની ખોટી જન્મ નોંધણી પણ કરાવી હતી. ત્યારબાદ બાળક પરત લઈ લીધો છતાં રૂપિયા પાછા કર્યા નહોતા.

મુખ્ય સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરની દલીલો બાદ કોર્ટે નોંધ્યું કે આરોપીઓએ બાળકની ડિલિવરી અને ખરીદ-વેચાણમાં મદદ કરી હતી અને આ બદલ તેમને અવેજ મળ્યો હતો. આમ આરોપીઓની ગંભીર સંડોવણી સ્પષ્ટ જણાતા પાટણની કોર્ટે તેમની જામીન અરજી ફગાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande