સુરત, 19 એપ્રિલ (હિ.સ.)-ગોડાદરા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય યુવક દિલ્હીગેટ પાસે આવેલ ઈગલ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટની અોફિસમાં પાર્સલ ડિલેવરીનું કામ કરવાની સાથે ખાનગી ટ્રાન્સપોર્ટશનમાં પોતાની બોલેરો પીકઅપ ગાડી ફેરવે છે. યુવક પાસેથી તેની સાથે વર્ષોથી કામ કરતા કર્મચારીના બનેવી મારફતે બે જણા રાજસ્થાનનું ભાડું હોવાનુ કહી ગાડી ભાડેથી લઈ ગયા બાદ કર્મચારીના બનેવીને મધ્યપ્રદેશની બોર્ડર પાસે બાથરૂમ કરવા માટે ગયા હતા. ત્યારે બોલેરો ગાડી લઈને રફુચક્કર થઈ છેતરપિંડી કરી હતી.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ ગોડાદરા, મીડાસ સ્કવેરની હરીક્રિષ્ણા સોસાયટીમાં રહેતા સંતોષભાઈ દિલીપભાઈ જાદવ (ઉ.વ.47) દિલ્હીગેટ ખાતે ઈગલ ટ્રાવેલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટમાં પાર્સલ ડિલેવરી કરવાનું કામ કરે છે. ફેબ્રુઆરી 2022માં સંતોષભાઈના દીકરાએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની સફેદ બોલેરો પીકઅપ ગાડી ખરીદી હતી. આ ગાડીનો સંતોષભાઈ ખાનગી ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગ પણ કરતા હતા. 26 જુલાઈ 2022ના રોજ સંતોષભાઈ ટ્રાન્સપોર્ટની અોફિસમાં હતા. તે વખતે તેની સાથે નોકરી કરતા અનિલ લોનારીના બનેવી વિજય રાઠોડ તેની સાથે જીતેશ ફકીર રાવળ નામના યુવકને સાથે લઈને આપ્યો હતો. તેનો પરિચય સારા ડ્રાઈવર તરીકે આપ્યો હતો. જીતેશએ તેની પાસે રાજસ્થાનનું ભાડું છે. રાજસ્થાનથી પાર્સલ લાવવાના છે. જેથી તમારી બોલેરો પીકઅપ ગાડી અને ભાડેથી આપો તમને જેનું ભાડુ રૂપિયા 28 હજાર મળી જશે હોવાનુ કહી બોલેરો પીકઅપ ગાડી ભાડેથી લઈ ગયો હતો. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે અજાણ્યા નંબરથી ફોન કરી રાજસ્થાનનું ભાડુ કેન્શલ થયું છે અને મધ્યપ્રદેશનું બાજુ ભાડુ મળ્યું છે. જેથી સંતોષભાઈએ વિજયને ફોન આપવાનુ કહેતા વિજય સાથે વાત કરાવી હતી. બીજા દિવસે રાત્રે ફરીથી ફોન કરી વિજયએ નસવાડીથી મધ્યપ્રદેશ તરફ જતી વખતે બોર્ડર પહેલા ધાવાબજાર પાસે બોલેરો પીકઅપ ઉભી રાખી બાથરૂમ કરવા માટે ગયો હતો તે વઙ્ખખતે જીતેશ અને તેની સાથેનો નિકુંજ ગાડી લઈને નાસી ગયો છે. બનાવ અંગે સંતોષભાઈએ ફરિયાદ નોધાવતા મહિધરપુરા પોલીસે તેમની ફરિયાદને આધારે જીતેશ ફકીર રાવળ (રહે, દીપ એપાર્ટમેન્ટ, છાપરાભાઠા) અને નિકુંજ (રહે, નસવાડી, છોટાઉદેપુર) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે