જૂનાગઢ કેશોદમાં સર્વ જ્ઞાતિ સમુહલગ્નમાં રવિવારે અગીયાર નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે
•ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ જુનાગઢ 19 એપ્રિલ (હિ.સ.). કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્ન નું આયોજન આગામી તારીખ ૨૦/૪/૨૦૨૫ રવિવારે શ્રી પ
સર્વ જ્ઞાતિ સમુહલગ્ન ની તડામાર તૈયારીઓ


•ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

જુનાગઢ 19 એપ્રિલ (હિ.સ.). કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્ન નું આયોજન આગામી તારીખ ૨૦/૪/૨૦૨૫ રવિવારે શ્રી પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવેલ છે. ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્નમાં અગીયાર નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે ત્યારે કેશોદ શહેરના દાતાઓ તરફથી દિકરીઓને સોના ચાંદીના દાગીના ફર્નિચર ઉપરાંત ઘરગથ્થું વાસણો, કપડાં આપવામાં આવશે. કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે શ્રી ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાઓ અને કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગત ની અંતિમયાત્રા માટે વિનામૂલ્યે મુક્તિ રથ ની સેવા આપવામાં આવે છે ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગૌવંશ ને ઘાસચારો લાડુ ફળફળાદિ આપવામાં આવે છે. કેશોદના આંગણે શ્રી ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્નમાં નવદંપતિઓને આશીર્વચન આપવા પરમ પુજનીય મહંત શ્રી અમરગીરી બાપુ ભૂતડાદાદા આશ્રમ ગરાળ, પરમ પુજનીય આઈમા પાણીધ્રા, મૃદુલાબેન દેવાણી શ્રી ગાયત્રી સિધ્ધ પરમ ઉપાસક પોરબંદર હાજર રહેશે. શ્રી ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જીજ્ઞેશભાઈ જગદીશભાઈ જોષી શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવશે. શ્રી ગોપી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત દ્રિતીય સર્વ જ્ઞાતિ સમુહલગ્ન ની તડામાર તૈયારીઓ ટ્રસ્ટી મંડળ હોદેદારો પદાધિકારીઓ કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવી છે અને મહેમાનો ને આવકારવા આતુર બન્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande