જુનાગઢ, 18 એપ્રિલ (હિ.સ.) જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજી એન્ડ સોશ્યલ વર્ક દ્વારા ખડીયા મુકામે સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પને યુનિ.નાં કૂલપતિ ડો. અતુલભાઇ બાપોદરા, રાજુભાઇ ડાંગર, કાળુભાઇ ભાદરકા, ડો. સુમનબેન, ડો.જયસીંહ ઝાલા સહિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્યથી પ્રારંભ કરાવ્યો હતો.
સર્વ રોગ નિદાન કેમ્પમાં ૨૦૫ જેટલા લાભાર્થીઓએ શરીર સ્વાસ્થ્ય માટે ચિકીત્સકો પાસે નિદાન કરાવી ઐાષધિ મેળવી હતી. આ કેમ્પમાં આંગણવાડીનાં ૨૦ જેટલા ભુલકાઓને સુવર્ણપ્રાસન કરાવાયુ હતુ. ભકતકવિ નરસિંહ મહેતા યુનિર્વસિટી, જૂનાગઢનાં સમાજશાસ્ત્ર ભવન અને ખડીયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અને સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, જૂનાગઢ ના સહયોગથી ડૉ. સુભાષ આહિર સમાજ, મુ. ખડિયા ખાતે યોજાયેલ આ મેડીકલ કેમ્પમાં સ્ત્રી રોગ અને વંધ્યત્વના નિષ્ણાંત મહિલા ડૉકટર વૈદ્ય ચારુબાળા શાહ અને વૈદ્ય અંજના રોચી રામાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વૈદ્યશ્રી અમિત રૂપાપરા તથા વૈદ્યશ્રી જોશેફ ખેરાણીએ ચામડી અને પંચકર્મ, હરસ-મસા-ભગંદર, નાક-કાન- ગળા- આંખ અને દાંત, હાડકા, સ્નાયુ, સાંધા અને પેટના રોગો,અને અન્ય આયુર્વેદ સેવાઓ પુરી પાડી હતી. સાથે સાથે બાળકો માટે સુવર્ણપ્રાશન, અગ્નીકર્મ પદ્ધતિથી હાડકા-સ્નાયુ અને સાંધાના રોગોની સારવાર સાથે સાથે બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, બ્લડ ટેસ્ટીંગ વિગેરે પણ નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ચિકીત્સા શિબીરનાં લાભાર્થીઓ સાથે સંવાદ સાધી વાત કરતા યુનિ.નાં કૂલપતિ ડો.અતુલભાઇ એચ. બાપોદરાએ જણાવ્યુ હતુ કે સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી જે દુઃખી થવા ચાહતી હોય, સુખની ચાહ પ્રત્યેક વ્યક્તિની હોય છે, પરન્તુ સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમ જ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. ઋષિ જાણતા હતા કે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ સ્વસ્થ જીવન વડે જ મળે તેથી એમણે આત્માના શુદ્ધિકરણ ની સાથે શરીરના શુદ્ધિકરણ તેમ જ સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે.આથી જ આજે યુનિ. દ્વારા દત્તક ગ્રામની અંદર ચિકીત્સા કેમ્પમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ જાગૃત બની સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યા હોવાની પ્રતિતી થાય છે.
સર્વરોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ દરમ્યાન વધુ સારવાર કે ઓપરેશન વિગેરેની જરૂર જણાતા દર્દીઓને સરકારના નિયમ મુજબ સરકારી આયુર્વેદ હોસ્પિટલ,જૂનાગઢ ખાતે નિઃશુલ્ક કરી આપવા સાથેનાં સર્વ રોગ આયુષ નિદાન સારવાર કેમ્પનાં આયોજનને બિરદાવતા ખડીયા ગામનાં અગ્રણી રાજુભાઇ ડાંગર અને કાળુભાઇ ભાદરકાએ જણાવ્યુ હતુ કે આદિ કાળના પૂર્વજો રોંગોથી મુક્તિ મેળવવા માટે જે વન્ય જડ઼ીબૂટ્ટીઓનો, રહેણીકરણી અને અન્ય પદાર્થોને રોગાનુસાર આરોગ્યાર્થ સ્વરૂપમાં સ્વીકાતા હતા. આ બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આ બધું જ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ પર આધારિત રહ્યું. કાળક્રમે આ જ્ઞાન એક સ્થાન પર એકત્ર થયું. જ્યારે ગુરૂકુળોની સ્થાપના થઇ તો ધર્મ, કર્મ, અર્થ, કામ અને મોક્ષ ઇત્યાદિની પ્રાપ્તિ માટે એમ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તન અને મન સ્વસ્થ નહી હોય, ત્યાં સુધી આ ઉદ્દેશ પ્રાપ્ત કરવો કઠિન છે, તેથી પહેલી આવશ્યકતા શરીરને સ્વસ્થ રાખવાની છે. આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા આપણાં આયુષ વારસાને જીવંત બનાવ્યો છે. આ કેમ્પમાં આયુ. હોસ્પીટલનાં વૈદ્યઓ સાથે ઈન્ટર્નસ વૈદ્ય, ફાર્માસીસ્ટ રાજ્યગુરૂ ખડીયા આરોગ્ય કેન્દ્રનાં ડો. સમુનબેન યુનિ.નાં પ્રાધ્યાપક ડો.જયસિંહ ઝાલા, ડો. ઋષિરાજ ઉપાધ્યાય, તેમજ કેમ્પનાં સંકલનકાર ડો.પરાગ દેવાણી, યુનિ.નાં એકઝયુક્યુટીવ મેમ્બર રાજુભાઇ વાડોદરીયા, રાહુલભાઇ ચૈાહાણ સહિત સર્વ સેવાર્થીઓની સેવા સરાહનિય રહી.
ગ્રામજનોને બહોળા પ્રમાણમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢનાં નિષ્ણાંત ડોક્ટરો પોતાની સેવા આપી હતી. તથા જરૂરી દવાઓ/ઐાષધિઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. વર્ષો જુના હઠીલા રોગો માટે કે પછી તાજેતરના રોગો માટે નિદાન માટે આવેલા દર્દીઓએ તો જુના રીપોર્ટની ફાઈલ સાથે રાખી સરકારી વૈદ્યઓની પાસે સારવાર કરાવી હતી.અને પોતાનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે આજે અમારી આયુર્વેદ પ્રણાલીથી જે નિદાન અને સારવાર કરવામાં આવી તે ખુબ આવકાર દાયક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ