જુનાગઢ શ્રી ઉમાધામ, ગાંઠીલા પાટોત્સવ નિમિતે નિ:શુલ્ક આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન.
જુનાગઢ 18 એપ્રિલ (હિ.સ.) વિવેક ભારતી ટ્રસ્ટ અને નોબલ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ‌‌ દ્વારા સર્વ જ્ઞાતિય માટે નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ નિદાન કેમ્પ નું આયોજન તા.20-4-25ને રવિવારે સવારે 9 થી 12 શ્રી ઉમાધામ, ગાઠીલા ખાતે કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદ
નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ નિદાન કેમ્પ નું આયોજન


જુનાગઢ 18 એપ્રિલ (હિ.સ.) વિવેક ભારતી ટ્રસ્ટ અને નોબલ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ‌‌ દ્વારા સર્વ જ્ઞાતિય માટે નિઃશુલ્ક સર્વ રોગ આયુર્વેદ નિદાન કેમ્પ નું આયોજન તા.20-4-25ને રવિવારે સવારે 9 થી 12 શ્રી ઉમાધામ, ગાઠીલા ખાતે કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદ ચિકિત્સકો દ્વારા નીચેની બાબતોનું વિના મુલ્યે નિદાન થશે.

સાંધા ના દુ:ખાવા, આમવાત વગેરે,બધાજ પ્રકારના જુના હઠીલા રોગો જેવાકે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, વા, સાંધાના રોગો, પક્ષાઘાત, એર્લજીના રોગો, શ્વાસ, ઉધરસ, જુની શરદી, ખરજવું, સોરીયાસીસ,દાદર, સફેદ દાગ, એસીડીટી, ગેસ, માનસિક તણાવનીખાસ સારવાર, માસિક ને લગતી સમસ્યાઓ, નિ:સંતાનપણું, ગર્ભાશયની ગાંઠ વગેરે, બાળકો ના શારીરીક વૃદ્ધિ અને વિકાસ તથા તેને લગતી સમસ્યાઓ, હરસ, મસા, ભગંદર તથા કાન,નાક, ગળાના રોગો સ્વાસ્થ્ય રક્ષા ના ઉપાયો તથા સ્થોલ્યની સારવાર, અગ્નિકર્મ તથા રક્તમોક્ષણ જેવી પ્રાચીન પદ્ધતિઓ દ્વારા તાત્કાલિક ધોરણે દુ:ખાવાની સારવાર ઉપ્લબ્ધ રહેશે તેમ નિલેશભાઇ ધુલેશીયા, પ્રમુખ ઉમાધામ, ગાઠીલા તથા ડો.દીપક ભલાણી ચેરમેન, આરોગ્ય સમિતિ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande